________________
ઊંઘતા કે જાગતાં શલ્ય ભેંકાયું હોય તેમ કદાપિ સ્વસ્થ થઈ શક્યું નથી, ચેરનાં સગાં વહાલાં, મિત્ર, પુત્ર, પત્ની, ભાઈ બાપ વિગેરે પણ રાજદંડના ભયથી કે પાપના ભયથી ચેરને જરાપણ સંસર્ગ કરતા નથી. કારણ કે બ્રહ્મહત્યા, સુરાપાન, ચેરી વિગેરે મોટાં પાપની પેઠે તે પાપ કરનારાને સંસર્ગ પણ મહાપાપરૂપ ગણાય છે. ઉપરાંત રાજનીતિમાં પણ ચોરની જેમ ચેરી કરાવનાર, તેને સલાહકાર, તેને ભેદ જાણનાર, તેને માલ વેચાત લેનાર તથા તેને સ્થાન તેમજ સહાય આપનાર પણ ચાર જ ગણાય છે. ચેરી કરવાવાળા પિતાના સંબંધીને પણ મંડુકની માફક રાજાએ નિગ્રહ કરે છે અને ચેર હોય તે પણ ચેરીને ત્યાગ કરવાથી રોહિણીયાની માફક સ્વર્ગને ભોગવનાર દેવ થાય છે.
અચૌર્ય વ્રતનું ફળ. જે શુદ્ધ ચિત્તવાળા મનુષ્યને બીજાનું ધન ગ્રહણ કરવાનો નિયમ છે, તેઓને સ્વયંવરાની માફક પિતાની મેળે જ લક્ષ્મી સન્મુખ આવી મળે છે, તેમના અનર્થો દૂર થાય છે અને દુનિયામાં તેમને યશ વિસ્તારને પામે છે. પારકું સુવર્ણ આદિ પિતાની સામે જ પડયું હોય છતાં તે પારકું હોવાથી પરધનમાં જેની પત્થરબુદ્ધિ છે અને પ્રારબ્ધ એગથી પિતાને પ્રાપ્ત થયેલ વસ્તુમાં જ એ મગ્ન છે એવા સંતેષરૂપી અમૃતથી તૃપ્ત થયેલા ગૃહસ્થ ધમિએ પણ સ્વર્ગાદિ ઉચ્ચ ગતિને પ્રાપ્ત કરે છે.