________________
૨૬૧ છે. સ્થૂલ અસત્ય પાંચ પ્રકારનું છે. વિવેક મનુષ્યએ કાંઈ પણ અસત્ય ન બોલવું જોઈએ, તેમાં પણ કન્યા સંબંધી, ગાય સંબંધી, ભૂમિ સંબંધી, થાપણ ઓળવવા સંબંધી અને ખેટી સાક્ષી ભરવા સંબંધી આ પાંચ મેટાં અસત્યે તે અવશ્ય તજવાં જોઈએ.
કન્યા સંબંધી–કન્યા નાની હેય ને મોટી કહેવી, મેટી હોય ને નાની કહેવી, શરીરમાં કોઈ ખોડખાંપણવાળી હોય છતાં ખોડ ખાંપણ વગરની કહેવી, એ પ્રમાણે અસત્ય બેલીને વિવાહિત કરવાથી તેઓની આખી જીંદગી કલેશિત નિવડે છે. કન્યાના ઉપલક્ષણથી કઈ પણ મનુષ્ય સંબંધી ખોટું ન બોલવું.
ગાય સંબંધી–ગાયના સંબંધમાં જીઠું ન બેસવું અને ઉપલક્ષણથી સર્વ જનાવરે સંબંધી સમજી લેવું.
જમીન સંબંધી-જમીન બીજાની હોય તેને પિતાની કહેવી વિગેરે જમીન સંબંધી અસત્ય ન બોલવું. - થાપણ ઓળવવી-સારે માણસ જાણી વગર લેખે અથવા વગર સાક્ષીએ કાંઈ પણ વસ્તુ પિતાને ત્યાં રાખી હોય, રાખનાર ઘણું મરણ પામ્યું હોય અને તેનાં સગાં વહાલાંને ખબર ન હોય તે પણ તેને છુપાવવી કે ઓળવવી નહિ, પણ તે રકમ તેના માલીકને પહોંચાડવી અથવા તેને સારા માર્ગે મરનારના નામે જ ખરચવી જોઈએ.
બેટી સાક્ષી ન ભરવી-પ્રમાણિક માણસ જાણ