________________
પ્રકરણ પાંચમું શ્રાવકને ધર્મ
શ્રાદ્ધ દિન કૃત્યમાં શ્રાવક શબ્દને અર્થ જણાવતાં પૂ. દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે –
श्रद्धालुतां श्राति, जिनेन्द्रशासने, धनानि पात्रेषु वपत्यनारतम् । करोति पुण्यानि सुसाधुसेवना
दतोपि तं श्रावकमाहुरुत्तमाः ॥ १ ॥ “બા” શબ્દથી ભગવાનના શાસનમાં શ્રદ્ધાને પરિપકવ
બનાવે. “a” શબ્દથી પાત્રમાં નિરંતર પિતાના ધનને વાવે. ” શબ્દથી સાધુ મહાત્માઓની સેવા દ્વારા
પુણ્યને ઉપાર્જન કરે. ઉપર મુજબ ત્રણ ગુણ જેનામાં હોય તેને ઉત્તમ પુરૂએ શ્રાવક કહ્યો છે.
શ્રાવક એ ગુણનિષ્પન્ન શબ્દ છે. ઉપરના ત્રણ ગુણેન ધારણ કરનાર ગમે તે હોય તે પણ તેને ભાવથી શ્રાવક કહી શકાય છે. જ્યારે માત્ર શ્રાવકના કુલમાં ઉત્પન્ન થયેલ હેય પરંતુ ઉપર કહેલા ગુણે જે તેનામાં ન હોય તે તે નામને જ (દ્રવ્ય) શ્રાવક કહેવાય છે.