________________
૨૫૭
લાગ્યા જ કરે છે અને મન સાન્યા વહાલાઓના મેળાપ તેમને થઈ શકતા નથી. કના નિયમ એવા છે કે બીજાને આપણે જે પીડા આપીએ છીએ તેનાથી એછામાં ઓછી દશગુણી પીડા જન્માંતરમાં આપણને ભાગવવી પડે છે અને જો અધ્યવસાયની તીવ્રતા વધારે હોય તા સેકડા, લાખા, કરાડા કે અસંખ્યગુણી પણ પીડા ભોગવવી પડે. કના નિયમનું કોઈ ઉલ્લઘન કરી શકતુ નથી.
જે મનુષ્ય નિરપરાધી ત્રસ જીવેાની હિંસાના ત્યાગ કરતા નથી, તેનામાં ન્યાય બુદ્ધિ ટકતી નથી. ધર્માંના ટુંકા સાર એટલે જ છે કે જે આચરણુ આપણા આત્માને અનિષ્ટ હાય, એવું આચરણુ ખીજા પ્રત્યે કરવું ન જોઈ એ. જેમ પોતાને સુખ વહાલું છે અને દુઃખ અપ્રિય છે, તેમ સર્વ જીવાને દુ:ખ અપ્રિય અને સુખ પ્રિય છે. એમ જાણી બીજા આત્માઓને પણ પોતાના સમાન ગણી પેાતાને અનિષ્ટ એવી હિંસા બીજાના સંબધમાં ન કરવી, એ ન્યાયક્ષુદ્ધિનું લક્ષણ છે. અન્યથા આત્મૌપમ્યભાવ હણાય છે. અને આત્મૌપમ્યના ભાવ હણાયા પછી માનવમાં માનવતા. ટકી શકતી નથી. પશુ અને માનવમાં માત્ર એટલે જ *ક છે કે માનવી પેાતાના મનમાં પેાતા સમાન ખીજાને જોઈ શકે છે, જાણી શકે છે અને યથાયાગ્ય આચરણમાં પણ મૂકી શકે છે. પશુમાં બહુધા એ બુદ્ધિના અભાવ છે. પરંતુ મનુષ્ય પણ જો બીજાની પીડાને પેાતાના સમાન જાણી શકે નહિં અને શકચ પીડાનું નિવારણ કરે નહિ તે તેમાં