________________
કહેવામાં આવે છે. અને છેલ્લા ચાર વતે મુનિ પણાના પાલનની તાલીમરૂપ હોવાથી તેને શિક્ષાત્રતે કહેવામાં આવે છે. અહીં તે ક્રમસર રજુ કરવામાં આવશે.
પાંચ અણુવ્રતે.
અહિંસા (પહેલું અણુવ્રત) આ વ્રતમાં નિરપરાધી હાલતા ચાલતા (2) જીવેને જાણી જોઈને મારવાની બુદ્ધિથી નહિ મારવાની પ્રતિજ્ઞા કરવામાં આવે છે. તે માટે કહ્યું છે કેपंगुकुष्टिकुणित्वादि, द्रष्ट्वा हिंसाफलं सुधीः । निरागस्त्रसजंतूनां, हिंसां संकल्पतस्त्यजेत् ॥१॥
વિવેકી મનુષ્યએ હિંસાને ત્યાગ કર જોઈએ. કારણ કે હિંસામાં પ્રત્યક્ષપણે બીજાને પીડા છે અને જ્યાં બીજાને પીડા છે ત્યાં અવશ્ય પાપબંધ થાય છે. તે પાપને વિપાક ઘણે જ દારૂણ હોય છે. એ પાપના ઉદય વખતે તેને પાંગળાપણું, કેઢીયાપણું અને હાથ આદિનું ઠુંઠાપણું વિગેરે શરીરમાં અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે. શરીરના વિવિધ રે, અંગોપાંગાદિનું અધિક કે છાપણું તે સર્વ હિંસાના ફળ છે. પ્રાણુ વધમાં નિમિત્ત બનનાર મનુષ્ય જન્મમરણનાં અનંત અને અસહ્ય દુઃખ પામે છે. તે વખતે તેમને કઈ સહાયક થતું નથી અને તેવા પુણ્યહીન પ્રાણીઓ માતા પિતાદિક અનંત સંબંધીઓના વિયોગ ભભવ પામે છે. દુઃખ, દારિદ્રય, દૌર્ભાગ્ય, તેમની પાછળ