________________
રર૪
સમાધાન-થઈ શકે છે. તે પણ દર્શન, વંદન, અર્ચન, પૂજન અને ધ્યાના દિવડે ભક્તિ કરવા માટે મૂર્તાિની પરમ આવશ્યકતા છે. તે કાર્યો મૂત્તિ સિવાય બની શકતાં નથી. જેઓ મૂર્તિ માનવાને નિષેધ કરે છે, તેઓ દેવનાં દર્શન, વંદન, અર્ચન, પૂજન અને ધ્યાનાદિ દ્વારા થતાં કર્મનિજારા અને પુણ્ય બન્ધને નિષેધ કરી અંતરાય કર્મને ઉપાર્જન કરનારા થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે-- ___" जिणपूआविग्ध करा हिंसाइसरायणो जयइ विग्धं "
શ્રી જિનપૂજામાં અંતરાય કરનારો તથા હિંસાદિ કાર્યોમાં તત્પર રહેનારે અંતરાય કર્મને ઉપાર્જન કરે છે.
શંકા-દેવદર્શનાદિમાં સમય ગાળવા કરતાં જ્ઞાન ધ્યાન, સ્વાધ્યાય કે સામાયિકાદિમાં સમય ગાળવાથી વિશેષ લાભ થાય કે નહિ?
સમાધાન--શ્રી જિનમનમાં દરેક વસ્તુ પિતાપિતાના સ્થાનમાં એક સરખી પ્રધાનતા અને ઉપયોગિતા ધરાવે છે. જ્ઞાનાધ્યયનથી નિરપેક્ષ સામાયિક અને સામાયિકથી નિરપેક્ષ જ્ઞાનાધ્યયન જેમ નિષ્ફળ છે, તેમ દેવદર્શનથી નિરપેક્ષ જ્ઞાનાધ્યયન કે સામાયિક પણ નિષ્ફળ છે. જે જ્ઞાન ભણવા છતાં સામાયિકને ભાવ ઉત્પન્ન ન થાય, તે જ્ઞાન જેમ સફળ નથી, તેમ જે જ્ઞાન ભણવા છતાં દેવભક્તિને ભાવ પણ ઉત્પન્ન ન થાય, તે જ્ઞાન પણ નિષ્ફળ જ છે. અથવા જેમ જ્ઞાન રહિત સામાયિક કિંમત વિનાનું છે, તેમ દેવભક્તિ રહિત જ્ઞાન કે સામાયિક પણ કિંમત વિનાના છે. અથવા