________________
२२२
થાય છે, કારણ કે તેમાં કલ્પતરૂ, ચિંતામણિ અને કામધેનુથી પશુ અધિક મહિમાવાળા ધમને અતિ તુચ્છ કીર્ત્તિ આદિ માત્રના હેતુ તરીકે કલ્પવામાં આવે છે. એ કલ્પના મહાન એવા ધમ માં અલ્પપણાના મેધ કરાવનાર હાવાથી અસત્ય અને ભ્રાન્ત છે: એટલું જ નહિ પરંતુ ધર્મ પ્રત્યે લઘુતા, અનાદરભાવ ઉત્પન્ન કરાવી અતિતીવ્ર અશુભકમના મધના હેતુ થાય છે.
શકા-દેવદર્શનાદિ ધક્રિયા કયા આશયથી કરવી
જોઈ એ ?
સમાધાન--દેવદશનાદિ ધર્મક્રિયા કરવાના પ્રધાન આશય અંતઃકરણની શુદ્ધિ કરવાના છે. અતઃકરણની શુદ્ધિથી કક્ષય થાય છે અને કક્ષયથી સકલ કલ્યાણુની પ્રાપ્તિ થાય છે. લૌકિક ફૂલની કામના અંતઃકરણના શુભ પરિણામના નાશ કરે છે, શુભ પરિણામના નાશથી ક`ના બંધ થાય છે. અને કખ ધથી સવ અકલ્યાણની પ્રાપ્તિ થાય છે. એ કારણે શ્રી જિનમતમાં સઘળી ધમાઁક્રિયાના આશય–પ્રધાન હેતુ અંતઃકરણના શુભ પરિણામની વૃદ્ધિ અને અશુભ
૧. કીતિ આદિની સ્પૃહાથી ધમ કરવા એ કેવળ અશુભ માટે • જ છે. તા પણ ધર્મ માટે-ધમ'માં જોડાવા માટે ધમ કરનારની કીતિ, પ્રશ'સા, દાન, સમ્માન, સ્તુતિ અને ભક્તિ આદિ કરવાં એ અશુભ માટે નથી, એ યાદ રાખવું જોઈએ. પૌદ્ગલિક લાભ માટે ધમ કરવાના નથી તો પણ ધમ કરવાથી પૌદ્ગલિક લાભ પણ મલે છે, એમ કહેવામાં લેશ પણ દ્વેષ કે બ્રાન્તિ નથી. કારણ કે એથી ધર્મની લઘુતા નથી. કિન્તુ એક પ્રકારે મહત્તા જ પ્રતિષ્ઠિત થાય છે.