________________
२२०
શંકા–તીવ્ર સંવેગ કેને કહેવાય?
સમાધાન--ભવ પ્રત્યે અત્યંત વિરાગનું નામ તીવ્ર સંવેગ છે. જેને ભવ પ્રત્યે નિર્વેદ નથી, તે મોક્ષ માટે પ્રયત્ન કરતું નથી. ભવ પ્રત્યે રાગ હોવાથી તેને પ્રયત્ન અપ્રયત્ન-નિર્જીવ ક્રિયા તુલ્ય હોય છે. એ કારણે દેવદર્શનાદિ અધર્માનુષ્ઠાનનું શીઘ્રફળ મેળવવા માટે ભવનિર્વેદની પરમ આવશ્યક્તા છે.
શકા--ભવનિર્વેદ વિના પણ દેવદર્શનાદિ ક્રિયા થાય છે, તેનું શું ?
સમાધાન-ભવનિર્વેદ વિના થતી દેવદર્શનાદિ કિયા, એજ અશુદ્ધિનું મૂળ છે, ક્રિયામાં શુદ્ધિ લાવતાં અટકાવનાર પણ તેજ છે, ભવનિર્વેદ વિનાના આત્માઓની ધર્મક્રિયા મોટે ભાગે વિષ, ગરલ કે સંમૂઈિમક્રિયા હોય છે. કારણ કે તે ક્રિયા કરનારાઓ ભવરાગથી બંધાયેલા હોય છે, એટલે ક્રિયા કરતી વખતે તેમને સંકલ્પ પૌદ્ગલિક સુખની કામના આદિ માટે હેય છે. અશુદ્ધ સંકલ્પથી થતી શુદ્ધ ક્રિયા પણ અશુદ્ધ બની જાય છે. કારણ કે કર્મબન્ધ આશયાનુરૂપ માને છે, જેને આશય અશુદ્ધ છે તેની શુદ્ધ ક્રિયા પણ અશુદધ માનેલી છે અને જેને આશય શુધ છે તેની કવચિત્ અશુદધ કિયા પણ શુદધ માનેલી છે,
૧. શુદ્ધ આશયવાળાની ક્રિયા અશુદ્ધ હોતી નથી. પરંતુ કવ(ચિત સહસાત્કાર અને અનાભોગ આદિ કારણોએ અશુદ્ધ ક્રિયા થઈ
જાય, તે પણ તેથી અશુભ બન્ધ થતું નથી પણ શુભ બંધ જ cથાય છે,