________________
૨૧૯
સમાધાન––તેઓએ ધર્મ ન કર જોઈએ એમ. ન કહેવાય, પરંતુ સાથે સાથે અપુનબંધક અવસ્થાને ઉચિત જે આચરણ ઉપર જણાવી ગયા, તેને જીવનમાં ઉતારવા તત્પર બનવું જોઈએ.
શકે--જેઓ અપુનર્બન્ધક દશામાં જણાવેલા ગુણે લાવવા પ્રયાસ ન કરે, તેઓનું ધર્માચરણ નિષ્ફળ ગયું ગણાય કે નહિ?
સમાધાન–શા બે પ્રકારનાં ધર્માચરણ ગણાવ્યાં છે,એક શીઘ્ર ફળવાવાળાં અને બીજા લાબા કાળે ફળવાવાળાં. અપુનર્બન્ધક આત્માનું ધર્માચરણ શીઘ્ર ફળદાયી થાય છેઅને એ સિવાયના આત્માઓનું ધર્માચરણ ઘણા લાંબા કાળે. ફળદાયી થાય છે.
શંક-અપુનબંધક આત્માઓ પણ એક સરખા. ફળના ભકતા થાય છે કે વધતા ઓછા ?
સમાધાન--ફળની પ્રાપ્તિને આધાર ભાવનાની. તીવ્રતા ઉપર છે. “પતંજલિ આદિ અન્યદર્શનકારીએ. પણ કહ્યું છે કે"तीव्रसंवेगानामासन्नःमृदुमध्याधिमात्रत्वात् ,ततोऽपिविशेषाः।"
તીવ્ર સંવેગવાળા આત્માઓને સમાધિની પ્રાપ્તિ આસનશીધ્ર થાય છે. તીવ્ર સંવેગના પણ અનેક પ્રકાર. પડી જાય છે. જઘન્ય તીવ્રસંગ, મધ્યમ તીવ્ર સંવેગ અને ઉત્કૃષ્ટ તીવ્ર સંવેગ. એનાથી ફળની પ્રાપ્તિમાં પણ વિશેષતા. પ્રાપ્ત થાય છે, અર્થાત્ શીઘ, શીધ્રતર અને શીવ્રતમ ફલની. પ્રાપ્તિ થાય છે.