________________
૨૨૭
જિનેશ્વરદેવે અનંત ગુણના પુંજ છે. સર્વ ગુણના પ્રકર્ષને પામેલા છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ક્ષમા, માર્દવ, આવ, સંતેષ, શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિકય, દાન, શીલ, તપ, ભાવ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, ધર્ય, ધૈર્ય, ગાંભીર્ય, દાક્ષિણ્ય, સૌજન્ય, ઔદાર્ય, આદિ જેટલા ગુણે આ જગતમાં સંભવિત છે, તે સર્વ ગુણેનું પાલન શ્રી જિનેશ્વર દેએ સ્વયં કર્યું છે, અન્ય પાસે કરાવ્યું છે અને તે ગુણેનું નિરંતર પાલન થતું રહે તેવા પ્રકારનું તીર્થ જગતમાં સ્થાપીને અંતે અવ્યાબાધપદને વરેલા છે. એવા અનંતગુણી શ્રી જિનેશ્વર દેવના પૂજનને અધ્યવસાય પણ અનંત ફલને આપનાર છે. તે પછી તેમનું સાક્ષાત્ પૂજન અનંત લાભને આપનારું થાય એમાં આશ્ચર્ય જ શું? .
– પ્રણિધાન – છે હે પરમ મંગળ નવકાર ! તારા ચરણે આવેલે છે એટલું જ માગું છું કે તારા અચિન્ય પ્રભાવથી છેનિયમિત અખંડ રીતે ઉત્સાહથી અને એકાગ્રતા
સાથે તને આરાધવાનું સામર્થ્ય મારામાં પ્રગટે, છે અને બીજું કશું જ જોઈતું નથી.