________________
૧૮૪
કરું છું. પ્રભુ! આપની પૂજાથી મારા અજ્ઞાનને નાશ થશે, મારાં દુઃખ નાશ પામજે અને મને અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રની સાધનાને માર્ગ સાંપડે. ઉપદેશક નવ તત્વના, તિણે નવ અંગ જિર્ણદ; પૂજે બહુવિધ ભાવશું, કહે શુભ વીર મુણદ. ૧૦ હે તરણતારણ દેવ!
ધન્ય છે તે પુણ્યાત્માઓને કે જેમણે સમવસરણમાં બેસી આપના મુખેથી દેશના સાંભળી છે અને આપનું પવિત્ર દર્શન કર્યું છે. ધન્ય છે તે ભૂમિને કે જ્યાં આપના ચરણોએ પગલાં પાડયાં છે. પ્રભુ! આપની વાણીએ અને આપના દર્શને અનેક આત્માઓને આત્મમાર્ગનું દર્શન કરાવી અમરપંથે વાળ્યા છે. નાથ ! પંચમકાળના પ્રભાવે એ સમવસરણની રચના, એ જન ગામિની આપની દેશના અને પતિ તેને પાવન કરતી આપની એ દેહ જ્યોતિ આજે અલભ્ય છે. છતાં પ્રભુ! આપનું સ્મરણ કરાવી આત્મમાગે પ્રેરતી આપની પ્રતિમા આ સંસાર સમુદ્રને તરવામાં મહાયાનતુલ્ય છે. આપની આત્મસિદ્ધિના અમર મહિમાને યાદ રાખવા અને આત્મ ભાવનાની તિને સજીવન રાખવા દેવતાઓ પણ પિતાના દેવવિમાનમાં આપની પ્રતિમાને પૂજે છે. પ્રભુ ! આપની પ્રતિમાના પવિત્ર દર્શનથી આત્મભાવ પ્રત્યક્ષ કરીને આદ્રકુમાર સમા અનેક આત્માઓ ધર્મમાગને પામ્યા છે. નાથ ! આપની પ્રતિમાના પૂજનથી મારી ધર્મ ભાવના જાગૃત થજે. પ્રભુ! અનંતજ્ઞાનમય કેવળજ્ઞાનના પ્રભાવથી સમસ્ત સંસારને સાક્ષાત્કાર