________________
૧૮૮
પરંતુ વૃદ્ધિ પામતા નથી. એ અવસ્થિતપણું એ જ અહી પ્રભુના શ્રમણપણનું સૂચક છે.
કેવલી અવસ્થાએ જ પરિકર ઉપર કળશધારી દેવની બે બાજુએ કરેલા પત્રને આકાર હોય છે, તે અશેકવૃક્ષ. માલાધર દેવો વડે પુષ્પવૃષ્ટિ, વણા અને વાંસળી વગાડતા દેવના આકાર વડે દિવ્યવનિ, મસ્તકના પાછળના ભાગમાં રહેલે તેજ રાશિને સૂચવનારે કિરણવાળ કાન્તિમાન આકાર તે ભામડલ, ત્રણ છત્રની ઉપર ભેરી વગાડતા દેવને આકાર તે તંદુભિ, બે ચામર વીંજતા દેવને આકાર તે ચોમર, તથા સિંહાસન અને છત્ર, એમ આઠ પ્રાતિહાર્ય અવશ્ય સાથે રહેવાવાળા હોય છે, તેને ધ્યાનમાં લઈને પ્રભુની કેવલી અવસ્થા–તીર્થકર પદવીની અવસ્થા ભાવવી.
રૂપાતીત અવસ્થા–સઘળા તીર્થકરે પર્યકાસન તથા કાર્યોત્સર્ગાસન, એ બે આસનેએ રહીને મેક્ષે ગયા છે, તેથી પ્રભુની મૂર્તિઓ પણ એ બે આસનવાળીજ હોય છે, તેને ધ્યાનમાં લઈને પ્રભુની સિદ્ધત્વ અવસ્થા એટલે રૂપાતીત અવસ્થા ભાવવી.
તેત્ર કેવું હેવું જોઈએ? "गंभीरमहुरसई, महत्थजुत्तं हवइ थुत्तं ।”
શ્રી જિનેશ્વરદેવનું સ્તવન શબ્દથી મેઘની ગર્જનાની જેમ ગંભીર અને મધુર ધ્વનિવાળું તથા અર્થથી મહાનશેડા અક્ષરોમાંથી પણ ઘણો અર્થ નિકળે તેવું તથા ગૂઢ- ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાનથી ભરપૂર હોવું જોઈએ..