________________
૨૦૨
માટે જ તેઓ સર્વોત્તમ પાત્ર છે. જેઓ દાન ગ્રહણ નથી કરતા, તેઓને દાન આપવાનું શું ફળ? એમ પણ ન કહેવું. કારણ કે ગ્રહણ કિયા અનેક પ્રકારની હોય છે, તેમાં અનિષેધક પણ ગ્રહણ કરનાર જ ગણાય છે. અન્ય જેએ પિતાની પૂજાના અભિલાષી નથી, તેઓ બધા દાન સમાનાદિકને પાત્ર નથી, એમ માનવું પડે અને અભિલાષી છે તેટલા જ દાનને પાત્ર ગણાય. પરંતુ જગતમાં તેમ કઈ માનતું નથી, ઉલટું જે પિતાના સન્માનાદિની અભિલાષા રાખે છે, તેઓ અખાત્ર ગણાય છે અને મનથી પણ અભિલાષા રાખતા નથી તેઓ જ સર્વોત્તમ ભક્તિને પાત્ર ગણાય છે. શ્રી જિનેશ્વરદે પણ પિતાની પૂજાને સર્વથા ઇચ્છતા નથી માટે જ તેઓશ્રી સર્વોત્તમ ભક્તિને પાત્ર છે. * શીલ ધમ: ઈન્દ્રિયોને વશમાં રાખવી તે શીલ ધર્મ છે. શ્રી જિન પૂજામાં જેટલો કાળ જાય છે, તેટલે કાળ પાંચ ઇન્દ્રિય સંવર ભાવને પ્રાપ્ત કરે છે.
તપ ધર્મ : શ્રી જિનેશ્વર દેવના પૂજન કાળમાં ચારે પ્રકારના આહારને ત્યાગ થાય છે, તેથી બાહાતપ થાય છે, અને શ્રી જિનેશ્વર દેવની પૂજાથી વિનય, વૈયાવચ્ચ, ધ્યાન, આદિ થાય છે, તેથી અત્યંતર તપ પણ સધાય છે..
ભાવ ધર્મ: શુભ ભાવ વિના સંસારના કાર્યોને છેડી શ્રી જિન પૂજામાં સમય ગાળી શકાતું નથી. માટે શ્રી જિન પૂજામાં પ્રવર્તાનારને શુભ ભાવ અવશ્ય હોય છે.
અહિંસાધર્મ : શ્રી જિન પૂજા વખતે શ્રી જિન.