________________
૧૦
મન જેમ ચંદ્ર, ભ્રમરને મન જેમ કમલ, અને કોકિલને મન જેમ આમ્ર, જ્ઞાનીને મન જેમ તત્ત્વ ચિન્તન અને ચેગીને મન જેમ સંયમધારણ, દાનીને મન જેમ ત્યાગ અને ન્યાયીને મન જેમ ન્યાય, સીતાને મન જેમ રામ અને પ'થીને મન જેમ ધામ, તેમ તત્ત્વ ગુણ રસિક જીવને મન તી કરતુ. નામ આનંદ આપનારૂં છે. તીર્થંકરના નામને જપનારને નવ નિધાન ઘેર છે, કલ્પવેદી આંગણે છે, આઠ મહાસિદ્ધિ ઘટમાં છે. એમની ભક્તિથી કાઈપણ જાતના કાયાના કષ્ટ વિનાજ ભવજલ તરાય છે. તીર્થંકરાના લેાકેાત્તર નામ કીતનરૂપી અમૃત પાનથી મિથ્યામતિ રૂપી વિષ તત્કાલ નાશ પામે છે. તથા અજરામર પદની પ્રાપ્તિ હસ્તામલકવત્ અની જાય છે.
એ રીતે ભાવના કરવાથી તથા વિચારવાથી જીવના ઘણાં અશુભ અને કિલષ્ટ કર્મો નાશ પામે છે. બેાધિ, ( સમ્યક્ત્વ) જ્ઞપ્તિ, (જ્ઞાન) અને વિરતિ (ચારિત્ર) પ્રાપ્ત થાય છે. પર'પરાએ મેાક્ષનાં અનંત સુખાના અધિકારી થવાય છે. માટે સુવિવેકી આત્માએએ શ્રી જિનેશ્વરદેવની દ્રવ્યભાવ ઉભય પ્રકારની ભક્તિમાં સદાકાળ દત્ત ચિત્તવાળા થવું અત્યંત જરૂરી છે.