________________
૨૦૬
સર્વને સુખ ઉપજે તેમ વર્તાવવામાં આવ્યું છે. ગ્રામનુગ્રામ વિહાર કરી અનેક જીવોનાં સંસાર બંધન તેડાવવામાં આવ્યા છે. તથા સર્વ કર્મને ક્ષય કરી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટાવવામાં આવ્યા છે.
પ્રભુ કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય છે, ખગ્ગી-ગુંડાની જેમ એકાકી છે, પક્ષિની જેમ બંધન મુક્ત છે, ભારંડ પક્ષિની. જેમ અપ્રમત્ત છે, કુંજર-હાથીની જેમ શૌડી-પરાક્રમવાન છે, વૃષભની જેમ બળવાન છે, સિંહની જેમ દુર્ઘર્ષ છે, મેરૂની જેમ નિષ્પકપ છે, સાગરની જેમ ગંભીર છે, ચંદ્રની જેમ સીમ્યુલેશ્યાવાળા છે, સૂર્યની જેમ દીપ્તતેજ છે, જાત્યકનકની જેમ જાતરૂપ છે, કાંસ્ય પાત્રની જેમ નિલેપ છે, શંખની જેમ નિરંજન છે, જીવની જેમ અપ્રતિહિત ગતિવાળા છે, આકાશની જેમ નિરાલંબન છે, વાયુની જેમ અપ્રતિબદ્ધ છે, શરદૂકતુના પાણીની જેમ શુદ્ધ હૃદયવાળા છે, કમળના પત્રની જેમ નિર્લેપ છે, પૃથ્વીની જેમ સઘળું સહન કરવાવાળા છે, અને સારી રીતે હવન કરેલા અગ્નિની જેમ તેજે કરીને જવલંત છે.
પ્રભુનું રૂપ હજાર આંખોથી જોવાયું છે, પ્રભુના ગુણે હજારે મુખેથી પ્રશંસાયા છે, પ્રભુનું જ્ઞાન હજારે હૈયાથી અભિનંદાયું છે, પ્રભુનું બલ હજારે મને રથ માલાઓથી આકર્ષાયું છે, પ્રભુને ઉપદેશ હજારો કાનોથી સંભળાવે છે, પ્રભુની કાયા હજારે અંજલિઓથી આદર પામી છે, પ્રભુના કલ્યાણક હજારે જીવેથી ઉજવાય છે,