________________
૧૮૭
પદ—તીર્થંકર પદવી, તે પ્રભુ જ્યારે કેવલજ્ઞાન પામે છે ત્યારે જ પ્રગટ થાય છે. તેથી અહી પદસ્થ અવસ્થા એટલે કેવળજ્ઞાનથી આર’ભીને નિર્વાણસમયપ “તનું કૈવલીપણુ’.
રૂપરહિતઅવસ્થા—આ અવસ્થા પ્રભુ જ્યારે નિર્વાણુ પામી સિદ્ધ થાય છે ત્યારે હાય છે. રૂપ એટલે વણુ, ગધ, રસ અને સ્પ, તેનાથી રહિતપણું-કેવળ આત્મસ્વભાવમાં
અવસ્થાન,
જન્માવસ્થા—પ્રભુની પ્રતિમા જે પરિકરમાં સ્થાપેલી હાય છે, તે પરિકરમાં પ્રભુના મસ્તક ઉપર હાથી ઉપર બેઠેલા અને હાથમાં કળશેા લઈને જાણે પ્રભુના અભિષેક કરતા હોય તેવા દેવાના આકાર હાય છે, તે આકારને ધ્યાનમાં લઈ જન્મ અવસ્થા ભાવની. તથા સ્નાત્રાદ્વિ– જળાભિષેક સમયે પણ જન્માવસ્થા ભાવવી.
રાજ્યાવસ્થા—એ જ પરિકરમાં માલાધારી–હાથમાં પુષ્પની માલા ધારણ કરેલા દેવા હાય છે, તેને ધ્યાનમાં લઈ રાજ્યાવસ્થા ભાવવી. પુષ્પમાલા તે રાજભૂષણ છે. ઉપલક્ષણથી ખીજા' આભૂષણા પણ સમજવાં. પુષ્પપૂજા તથા અલકાર પૂજા વખતે પણ રાજ્યઅવસ્થા ભાવવાની છે.
શ્રમણાવસ્થા—પ્રભુપ્રતિમાનું મસ્તક અને દાઢી. મૂછના ભાગ કેશરહિત હાય છે, તેને ધ્યાનમાં લઈને શ્રમણાવસ્થા ભાવવી. પ્રભુ જ્યારે દીક્ષા લે છે ત્યારે પચ મુષ્ટિ લાચ કરે છે, ત્યારબાદ ભવપર્યન્ત લેાચ કરતી વખતે જેવા રહ્યા હાય તેવા જ અલ્પકેશાદિ અવસ્થિત રહે છે.