________________
૧૮૩
થતાં અનંત જ્ઞાનને બળ આત્મા સંસારના સમસ્ત ભાવેને હસ્તામલકત નિહાળવા લાગે. અનંતદર્શન પ્રગટ થાય કે આત્માના સમસ્ત સંયે કે સંદેહે દૂર થઈ જાય અને આત્મા સત્ય શ્રદ્ધાની નિર્મળ સરિતામાં સ્નાન કરવા લાગે. કઈ મહારગીને રેગ દૂર થાય અને તેને જેમ શાતા વળે તેમ અનંત ચારિત્ર્યને ઉદય થાય અને આત્માને કર્મવ્યાધિ સર્વથા નાશ પામીને આત્માને અનંત આનંદને સાક્ષાત્કાર થવા લાગે. નાથ ! આ રત્નત્રયીની સાધના એટલે આત્માના સત્ ચિત્ અને આનંદને સાક્ષાત્કાર નાથ ! મહામંત્રવાદીના એકાદ મંત્રાલરમાં પણ જેમ અપાર શક્તિ ભરી હોય છે તેમ આપે પ્રરૂપેલા આ જ્ઞાન, દર્શન અને ચારિત્રની રત્નત્રયીમાં કર્મને નાશ કરીને આત્માને શુદ્ધ બનાવવાની અનંત શક્તિ ભરી છે. પારસમણિના સ્પર્શી લેતું પણ જેમ સુવર્ણ બની જાય છે, તેમ આ રત્નત્રયીનાપશે આત્માનાં કર્મરૂપી આવરણ દૂર થઈને આત્મા શુદ્ધ સ્વરૂપે પ્રકાશવા લાગે છે. પ્રભુ ! કંઈ ગાગરમાં સાગર સમાવી દે તેમ આ જ્ઞાન, દર્શન, ચારિત્રની રત્નત્રયીમાં આપે અનંત આત્મા સમૃદ્ધિને ભરી દીધી છે. પ્રભુ! એ આત્મસમૃદ્ધિને લાભ મારા આત્માને મળજે. સ્વામી ! આ દેહનું મૂળ નાભિ છે, તેમ ધર્મનું મૂળ આ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયી છે. એ રત્નત્રયીમૂલક ધર્મ જ આત્માને વિસ્તાર કરી શકે છે. પ્રભુ! ધર્મના મૂલસમી એ રત્નત્રયીને લાભ મેળવવા માટે હું આપની નાભિની ભક્તિભર્યા ચિત્તે પૂજા