________________
૧૮૨
સહ્યા કરે છે. પ્રભુ! જેમ મદઘેલે ગજરાજ મલિન કાદવમાં આળોટે છે, તેમ આ ભાન ભૂલ્ય આત્મા પિતાનું શુદ્ધ સ્વરૂપ ભૂલીને કમના કાદવમાં સદાકાળ રાવ્યા કરે છે. પરમાત્મન ! એ મલીન કર્મકીચડમાંથી મારા આત્માને નિસ્તાર કરે. સ્વામી ! કરૂણાના સાગર એવા આપે જગતને કલ્યાણને માર્ગ ઉપદે છે. આત્મઋદ્ધિથી વિમુખ બનેલા સંસારને આપે અનંત આત્મલક્ષમીનું દર્શન કરાવ્યું છે. એ આત્મલક્ષમીએ અનેક આત્માઓને સમૃદ્ધ બનાવી તેમને ઉદ્ધાર કર્યો છે. નાથ ! મારા કર્મ દારિદ્રયને નાશ કરીને મને એ આત્મલક્ષ્મીનું દાન કરે. નાથ ! આપે શેલી એ આત્મલક્ષ્મીનું મૂલ્ય હું શું કરી શકું? પ્રભુ! દેવતાઓએ સાગરમંથન કરી રત્ન મેળવ્યાં, તેમ આપે આત્મમંથન કરી આત્મસમૃદ્ધિના મહાખજાના સમાં ત્રણ મહારત્નોની શેધ કરી. અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત ચારિત્ર એ આત્માની અખૂટ સંપત્તિ છે. એ સંપત્તિને વરેલ આત્મા સંસારની સમગ્ર ઉપાધિઓને તરી જાય છે. પ્રભુ! સ્વભાવે આ આત્મા અનંત જ્ઞાનને ધણી છે, અનંત દર્શનને માલિક છે અને અનંત આનંદનો ભક્તા છે. પણ પ્રભુ! મોહમાયાને વશ પડેલ આત્મા, મંત્રવશ બનેલ માનવી જેમ પિતાનું ભાન ભૂલી જાય તેમ પિતાની અમૂલ્ય આત્મા સંપત્તિને ભૂલી બેઠે હતે. નાથ ! આપે એને જાગૃત કર્યો. પ્રભુ ! આપે શોધેલ એ અમૂલ્ય રત્નત્રયીને કે પ્રભાવ છે ! આંખ આગળને પાટો દૂર થાય અને માનવી જેમ પોતાની આસપાસના પદાર્થો દેખી શકે, તેમ અજ્ઞાનનાં આવરણે દર