________________
૧૮૦
નિશ્ચયની આધારભૂમિસમું આપનું હૃદય વાસમ કઠિન હતું. એ હૃદય બળને ભેદવું અશક્ય હતું. પ્રભુ ! આપની આત્મ સાધનાના આધાર સમા આપના એ હદય બળને મારાં કોટિ કોટિ વંદન હે. નાથ! મલિન પાણીથી મળના નાશ થયે કદી સાંભળ્યું નથી. આત્મા ઉપરનાં કર્મ મળને નાશ કરી સમસ્ત સંસારને આત્મશુદ્ધિને માર્ગ ઉપદેશવા આપે સંયમ ધારણ કર્યું હતું. પ્રભુ! એ આત્મશુદ્ધિ માટે આપે આપના હૃદયને સ્ફટિક સમું નિર્મળ બનાવ્યું, અને એ સ્ફટિક સમ નિર્મળ હૃદયનાં આંદોલનોએ આપને વિશ્વબધુપણાને નાદ સમસ્ત સંસારને સંભળાવ્યા. નાથ! આપના એ પવિત્ર કરૂણાભર્યા હૃદયમાં દીન, દુઃખી અને સંસારના ત્રિવિધ તાપથી સંતપ્ત પ્રાણીઓને પરમ શાંતિનું દર્શન થયું. પ્રભુ ! સ્ફટિક સમ નિર્મળ એવા આપના હદયને હું ભાવપૂર્વક નમન કરૂં છું. પ્રભુ ! આત્મસાધનામાં વાસમાં આપનું એ હૃદય સંસારના દુઃખી છે પ્રત્યે સદાય દ્રવતું હતું. કમળની કે મળ પાંખડી જેમ જરા પણ તાપ લાગતાં કરમાઈ જાય તેમ દીન દુઃખી જીવને જોઈને આપનું હૃદય કરુણાથી ઉભરાઈ જતું. આપના કરૂણાના જળ અનેક જીવોના દુઃખ દાવાગ્નિને શાંત કર્યો છે. પ્રભુ! કમળથી પણ કમળ એવા આપના એ હૃદયને હું સદા પૂછું છું. અને પ્રભુ! આપના એ નિર્મળ હદયમાં વહેતી શાન્તિસરિતાનું તે કહેવું જ શું? હિમ ઠંડો ઠંડો પણ જેમ વનરાજીને બાળીને ખાખ કરી નાખે છે, તેમ પરમ શાન્તરસભર્યા આપના અંતઃકરણે