________________
૧૭૮
એ દેશનાના તાંતણે રોહિણેય સમા અનેક અધમ આત્માએનો વિસ્તાર થયે છે. પ્રભુ! આપના કંઠમાંથી નીકળતા એ દેશનાધ્વનિને હું ભાવપૂર્વક વંદન કરું છું. પ્રભુ! આપે સમવસરણમાં બિરાજી આપેલ દેશનાના એ વનિને મહિમા હું શું વર્ણવી શકું? એ વનિએ માનવેને જ નહી દેવતાઓને પણ મુગ્ધ કર્યા છે. સદા આનંદ વિલાસ અને વિભવમાં મગ્ન રહેતા દેવતાઓ પણ આપને કંઠમાંથી નીકળતા એ દેશના અમૃતનું પાન કરવા માટે પિતાના વિલાસને વેગળા મૂકે છે, અને આપના ચરણ પાસે આવીને બેસે છે અને એટલું જ શા માટે? મૂઢ અને જડ ગણુતા પશુપંખીઓ પણ જાણે પિતાના પશુભાવને ભૂલીને આત્મભાવને પિછાનવા મથતા હોય તેમ આપના સમવસરણમાં આવી બેસે છે. પ્રભુ! આપની દેશનાના વનિને આવો પ્રભાવ એ સંસારને માટે કરૂણારસભર્યા આપના હદયના પ્રતિબિંબ સમે છે. એ વનિમાં મનુષ્ય, દેવ અને પશુ સૌ જાણે પિતાને આપ્તજનની મધુરી વાણી સાંભળતા હોય તેમ આપના ચરણ આગળ આવી સમતાસમાં ઝીલતા બેસે છે. પ્રભુ ! આપની એ મહા મહિમાભરી વાણીને હું વંદન કરું છું. દેવ પડતા કાળના પ્રભાવે આપના કંઠમાંથી નીકળતું એ મધુર અવનિ સાંભળવાનું અમારા નસીબમાં નથી, આજે આપની એ પવિત્ર દેશના અમ ભારતવાસીઓને અલભ્ય છે. છતાં પ્રભુ ! અમારે ધર્મમાર્ગ સર્વથા પ્રકાશહીન નથી થયું. આપને કંઠમાંથી નીકળેલા એ દેશનાના વિનિને શ્રીગણધર ભગવંતોએ