________________
જાનૂ બળે કાઉસગ્ગ રહ્યા, વિચર્યા દેશ વિદેશ ખેડા ખડા કેવળ લહ્યું, પૂજે જાનૂ નરેશ ૨ હે નિષ્કારણ જગદંબધ !
તપ, ત્યાગ અને સંયમના માર્ગે આપે આત્માને સાક્ષાત્કાર કર્યો અને એ આત્મદર્શનના અમૃતનું સંસારને પાન કરાવવા આપે અનેક વિહાર કર્યા. આધિ, વ્યાધિ અને ઉપાધિમય સંસારના ત્રિવિધ તાપથી સંતપ્ત પ્રાણીઓને આ આત્મ સાધનાના ઉપદેશનું પાન પરમશાન્તિને આપે છે. આ સ્વાર્થમય સંસારમાં બધું જ સ્વાર્થ મય છે. કેઈ કેઈનું સાચું સગું નથી. સૌ પોતપોતાની આશાઓના પ્રેર્યા આવે છે, અને સ્વાર્થ સરતાં ચાલ્યા જાય છે. પ્રભુ ! આવા સ્વાર્થમય સંસારમાં પરમ કરૂણાભર્યા અંતઃકરણથી જગત ઉપર ઉપકાર કરતા આપ સાચે જ નિષ્કારણ જગદુબંધુ નિસ્વાર્થી નિર્ધામક છે. નાથ! આપની એ નિઃસ્વાર્થી પરોપકારપરાયણતાને મારા લાખ લાખનાર વંદન હજે ! હે પરમાત્મન ! અનાદિકાળથી મારે આ જીવ આ સંસારના જન્મમરણના ફેરામાં ભટક્યું છે. એણે નાની મોટી અનેક કરણીએ આદરી છે. પણ નિઃસ્વાર્થ પરાયણતાને માર્ગ એણે કદી પિછાન્ય નથી. સદાય સ્વાર્થ સ્વાર્થ અને સ્વાર્થમાં જ એ રત રહ્યો છે, અને આવી સ્વાર્થપરાયણતાના ભારથી એ હંમેશાં સંસારસાગરમાં ઊંડેને ઉડે ઉતરતે ગયે છે પ્રભુ! એ સ્વાર્થના પ્રેર્યા મેં નથી ગણુ રાત કે નથી ગણ્ય દિવસ, નથી જાણી ટાઢ કે નથી જાણે તડકે,