________________
૧૭૧.
દેશ્યો છે. અનાદિ કાળથી લાગેલાં કર્મનાં આવરણોએ આત્માની એ અનંતશક્તિને ઢાંકી દીધી છે. અને કોઈ મહાવિકરાળ કેસરીના પંજામાં સપડાયેલ મૃગલાની જેમ અનાદિ કાળથી કર્મના પાશમાં પકડાએલે આ આત્મા સાવ રંક બની ગયે. છે. પ્રભુ! એ રક બનેલ આત્માની સતામણુને કશો પાર નથી રહ્યો. જાણે એનામાં કશીય શક્તિ ન હોય, એ જાણે સાવ હીનસત્વ હોય એવી એની સ્થિતિ થઈ ગઈ છે. ક્રોધ માન, માયા, લેભ રાગ, દ્વેષ વગેરે કષાયોના રાત દિવસ એ આત્માને ઉપદ્રવ કરી અધ:પાત આપનારા એવા પણ આદેશ સદાય માથે ચડાવ્યા જ કરે છે. સ્વામી! કઈ મહાવરીને પડકાર કરતા હે એમ આપે એ કમરાજને પડકાર આપ્યો. એ કમરાજના શાસનના જાણે ખડખંડ ટુકડા કરી નાખવા ન હોય એ રીતે આત્મ શક્તિને શોધવા આપ સંસારને ત્યાગ કરી ચાલી નીકળ્યા. મહામૂલાં રત્નને શેધક જેમ પૃથ્વીના પડે ભેદી નાખે, તેમ આત્મ શક્તિની શોધમાં આપે તપ અને સંયમથી કર્મના પડે ભેદવા શરૂ કર્યા દેવ ! આપની આ અનંત આત્મશક્તિની શોધને કષાયે ન અટકાવી શક્યા, વિષયો એ શોધની આડે ન. આવી શક્યા, મોહમાયા અને મમતાનાં બંધને એ શેાધને ન રેકી શક્યા. કેઈ દિગ્વિજય કરતા ચક્રવતીને અશ્વની.' જેમ આપના આત્મશક્તિની શોધના અશ્વને કોઈ ન રોકી. શકયું. જે જે કષાય, જે જે વિષયે, જે જે મેહમાયા અને મમતાભરી વાસનાઓ વચમાં આવી તે સૌ ચુર ચુરા થઈ ગયાં. પ્રભુ! જાણે કમરાજાના કિલ્લાને નાશ કરતા.