________________
૧૬૯
આપની આત્મસિદ્ધિ પ્રગટ કરીને, તીર્થનું પ્રવર્તન કરે, પ્રાણુઓને તરવાને ઉપાય બતાવે.” ત્યારે જાણે જુગ જુગ જૂના મેહનાં આવરણને ક્ષણ માત્રમાં . તેડી દીધાં હોય, તેમ આપે વાર્ષિક દાન આપવાને નિર્ણય કર્યો. નાથ ! જે સંપત્તિ માટે અમે સાંસારિક જીવે અનેક પ્રકારની મુશીબતે ઉઠાવીએ છીએ, જેને અમે અમારા પ્રાણથી પણ પ્યારી ગણીએ છીએ, જેને માટે અનેક પ્રકારનાં દુધ્ધન કરીએ છીએ, અને જેને અમારા જીવનનું સર્વસ્વ માની એની પાછળ હાંધ થઈ ભમીએ છીએ, એ સંપતિના ઘના ઓઘ આપના ચરણ આગળ ઉભરાતા હતા, છતાં આપને મન એની કશી કિંમત ન હતી. એ સંપત્તિનું વિનાશીપણું આપ જાણતા હતા. આપે એ સંપત્તિને હસતે વદને તજીને આત્મલક્ષ્મી માટે ભેખ ધારણ કર્યો હતા. અને પ્રભુ! આપનું એ વાર્ષિક દાન જાણે આત્મ લક્ષ્મીની સાધના માટે પ્રયાણ કરતાં પહેલાં આત્મા ઉપરની મેહ અને મમતાની રજેરજ ધંઈ ન નાખવી હોય એમ આપે સાંસારિક સંપત્તિને સંસારના જે માટે વહાવી દીધી. સાચે જ પ્રભુ ! આપનું વાર્ષિક દાન સંસારના ને જાણે કહેતું હોય કે વેગ અને ભેગ એકી સાથે ન રહી શકે ! આત્માના પ્રેમીએ ભેગવિલાસ અને સંપત્તિને તિલાંજલિ આપવી જ રહી. ત્યાગ એ આત્મલક્ષ્મીની સાધનાને અમર મંત્ર છે. આ મંત્રની સાધના જેટલી અધુરી તેટલી આત્મ લમી ઓછી મળવાની. સ્વામી! આત્મસિદ્ધિની સાધના કરીને સંસારના ઉદ્ધાર માટે આપે તપ, ત્યાગ અને સંયમને