________________
૧૭૩
જીવ દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકીના ભમાં ઊંચ નીચઃ દશાને પામ્યા જ કરે છે. કદીક સ્વર્ગલોકનાં અપાર વૈભવ વિલાસ અને આનંદ એણે માણ્યા છે, તે કદીક નરક ગતિમાં અસહ્ય અનંત વેદનાઓ વચ્ચે એને આથડવું પડયું છે. કદીક મનુષ્ય લેકમાં કઈ રાજા મહારાજાને વેશ ધારણ - કરીને સત્તાની મદિરાનું પાન કરીને એ મદમત્ત બન્યા છે, તે કદીક દીન, હીન અને દુઃખી બની રાંકડું જીવન જીવ્યોછે. વળી કદીક પશુ જીવનની નાની મોટી અનેક આફત એના માથે આવી પડી છે. આમ આ જીવ ચારે ગતિમાં જુદા જુદા વેશ ધારણ કરીને સ્વર્ગ, મૃત્યુ અને પાતાળરુપ ત્રણ લેકની રંગભૂમિ ઉપર સદાય નાચ્યા જ કરે છે. કોઈ સ્થળે એને શાન્તિ વળતી નથી, કઈ જગ્યાએ એને સ્થિરતા મળતી નથી અને કેઈ સ્થાને એને આત્મભાવ લાધતે નથી, કે જ્યાં એ સુખપૂર્વક પિતાનું સ્થળ માની. વસી શકે. મહાસાગરના ભયંકર ઝંઝાવાતમાં સપડાયેલ જહાજની જેમ આ જીવ હંમેશાં ચારેકોર અથડાયા જ કરે છે. પ્રભુ ! દુનિયાની આ સદાય અસ્થિર સ્થિતિથી આપ ત્રાસી ઊઠયા. જ્યાં આત્મા સદાકાળ આનંદમગ્ન થઈને રહી. શકે, જ્યાં આત્માને નિજાનંદમાંથી હાંકી કાઢનાર કોઈ ન. હોય, જ્યાં આત્મભાવ સિવાય બીજી કોઈ વસ્તુ સ્પર્શી શકે નહિ, એવા સ્થળની શોધ કરવી આપને જરૂરી લાગી, એવું સ્થળ મળે તે જ આત્માને શાંતિ વળે. એ આપે જોય, અને એ સ્થળની શોધ માટે આપ સંસારનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા. પ્રભુ ! એ શેાધ માટે ચાલી નીકળતા