________________
૧૫૦
પ્રભુનું મુખ જોતાં ભક્તિપૂર્વક બે હાથ ભેગા કરી મસ્તકે લગાડી “નમે જિણાણું” બોલવું. જ્યાં પ્રદક્ષિણા ફરી શકાય ત્યાં ત્રણ પ્રદક્ષિણા કરતાં અને ફર્યા પછી દેરાસરમાંથી આશાતના ટાળવા બનતું કરવું, પછી મૂળનાયક સન્મુખ જઈ સ્તુતિના શ્લોકે બેલવા. પુરૂષે જમણી બાજુ અને સ્ત્રીઓએ ડાબી બાજુએ ઉભા રહેવું, સ્તુતિ બેલતી વખતે પિતાનું અધું અંગ નમાવવું,
પૂજા કરનારે પિતાના કપાળમાં, તિલક કરવું પછી બીજી વખત “બિસહિ” કહી દ્રવ્યપૂજામાં જોડાવું.
શ્રી અષ્ટ પ્રકારી પૂજાને કમ અષ્ટપ્રકારી પૂજા એટલે આઠ પ્રકારથી શ્રી જિનેશ્વર દેવની પૂજા કરવી. તે એ આઠ પ્રકારોમાં પહેલા ત્રણ પ્રકારની પૂજાને અંગપૂજા કહેવાય છે, પહેલી ત્રણ પૂજા પ્રભુનાં અંગને સ્પર્શ કરીને કરવાની હોવાથી તેને અંગપૂજા” કહેવાય છે.
જેને શરીરમાંથી રસી ઝરતી હોય તેને અંગપૂજા પિતાના ચંદન-પુષ્પ આદિથી બીજા પાસે કરાવવી, અંગપૂજા તથા ભાવપૂજા (ચૈત્યવંદન) પિતે કરવી.
૧ જલપૂજા -પ્રથમ પંચામૃતથી (દૂધ, દહીં, સાકર, ઘી અને પાણી ભેગા કરીને) શ્રી જિનપ્રતિમા આદિને હવણ કરી પછી ચેખા પાણીથી ન્હવણ કરવું, ત્રણ અંગેલું છણ પિતાના હાથે જ બહુમાનપૂર્વક બરાબર કરવાં.