________________
ભાવના–જેમ શ્રી જિનેશ્વરદે નૈવેદ્ય આહારની મૂછને ત્યાગ કરી, અણુહારી તથા અવેદીપદને પામ્યા છે, તેમ નૈવેદ્ય વડે થી જિનેશ્વર દેવની પૂજા કરનાર આત્મા પણ આહારના રસની અભિલાષાને ત્યાગ કરી નિરાહારી તથા નિર્વેદીપદને પામે છે.
૮ ફેલપૂજા-બદામ, સેપારી, શ્રીફળ અને પાકાં ફળે સિદ્ધ શિલા ઉપર મૂકવાં.
ફ્લપૂજાને દુહે ઈન્દ્રાદિક પૂજા ભણી, ફલ લાવે ધરી રાગ; પુરુષોત્તમ પૂછ કરી, માગે શિલ ફલ ત્યાગ. ૧
ભાવના–ઉત્તમ, તાજાં અને મધુર રસવાળાં ફળો વડે શ્રી જિનેશ્વર દેવની પૂજા કરવાથી સર્વોત્તમ અભિનવ અને જ્ઞાનાદિ ગુણેના અનંત રસથી ભરપુર સદા સ્થિર અને શાશ્વત એવું મોક્ષરૂપી ફલ મળે છે. •
એ રીતે અષ્ટપ્રકારી પૂજા કર્યા પછી ચામર વગેરેથી પૂજા કરવી.
ચામર પૂજા કરતાં બોલવાનો દહે બે બાજુ ચામર ઢાળે, એક આગળ વજી ઉલાળે; જઈ મેરૂ ધરી ઉત્સગે, ઈદ્ર ચેસઠ મળીયા રંગે; પ્રભુ પાસનું મુખડું જેવા, ભવભવના પાતિક છેવા ૧
નવઅંગ પૂજાની ઉદાર ભાવના શ્રી જિનેશ્વર દેવની નવ અંગે પૂજા કરતાં પૂજકે