________________
૧૫૮
૭ વિધિશુદ્ધિ -નાન કરીને શુદ્ધ ઉજળાં વસ્ત્ર પહેરી, પૂજાનાં ઉપકરણે લઈ શુભ ભાવના ભાવતાં જિનમંદિરે જવું, રસ્તામાં સંસારી ખટપટમાં ન પડાય તે ધ્યાનમાં રાખવું. પરંતુ કેઈ દીનદુઃખી નજરે ચડે તે તેનું દુઃખ દૂર કરવા શક્ય દાન કરવું. જેથી હૃદયમાં કમળતાને વિકાસ થાય. એવા કોમળ હૃદયવાળાને જ પરમાત્માની સાથે સહજ રીતે મીલાન થઈ શકે છે.
ભક્તિ કરતી વખતે મંદિરમાં પણ મોટા મોટા ઘાંટા પાડી બીજાના ચૈત્યવંદનને ડેળવું નહિ, પણ ધીમાં અને મધુર સ્વરે બેલવાને અભ્યાસ રાખે. પ્રથમ દ્રવ્યપૂજા કર્યા પછી ચૈિત્યવંદનરૂપ ભાવપૂજા કરવી. સમય ઓછો હોય તે થોડો જ ભગવાનની પૂજા કરવી, પરંતુ જેમ તેમ ગમે તે જગ્યાએ પૂજા કરી વેઠ ઉતારવા જેવું કરવું નહિ.
દેરાસરમાં ત્રણ પ્રદક્ષિણા દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ રત્નત્રયીને પ્રાપ્ત કરી ચોરાશી લાખ યોનિના ફેરા ટાળવા માટે દેવાય છે. દોડધામ કરી નીચું જોયા વિના પ્રદક્ષિણા આપવાથી આશાતનાને સંભવ છે, તે માટે બહુ જ ઉપગ પૂર્વક નીચે જોઈને પ્રદક્ષિણા આપવી.
પૂજા કરતી વખતે ખેસથી આઠ પડ કરવા અને તે નાસિકા ઉપર બાંધવા. નાસિકા ખુલ્લી રાખવી નહિ. નાસિકાની દુર્ગા પ્રભુ ઉપર પડવાથી આશાતના થાય છે.
શ્રી જિનમંદિરમાં પ્રવેશ દેરાસરમાં પેસતાં પ્રથમ “નિસાહિ” કહેવી, છેટેથી