________________
૧૬
ભાવના–જેમ જલ પ્રક્ષાલનથી બાહ્યમળને નાશ થાય છે, તેમ આત્મા સાથે રહેલ કર્મમલ શ્રી જિનેશ્વર દેવની જલપૂજાના અધ્યવસાયથી નાશ પામે છે.
૨. ચંદનપૂજા-–કેસર, બરાસ, સુખડ વગેરેથી વિલેપન પૂજા કરવી. નવઅંગે તિલક કરવાં. પૂજા કરતાં નખ કેસરમાં બળાય નહિ અને પ્રભુને અડે નહિ તથા કેસરના છાંટા પડે નહિ, એ ધ્યાનમાં રાખવું. મૌનપણે પૂજા કરવી. દેહરો બેલી રહ્યા પછી અંગે તિલક કરવું,
ચંદન પૂજાને દુહો શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ; આત્મ શીતલ કરવા ભણી, પૂજે અરિહા અંગ...૧
ભાવના--જેમ ચંદનમાં રહેલી શીતળતા બાહ્ય તાપને નાશ કરે છે, તેમ શ્રી જિનેશ્વરદેવની ચંદનપૂજાને પરિણામ આંતરતાપનો નાશ કરે છે.
ચંદનપૂજા પ્રભુના નવ અંગે કરવાની હોય છે. તેમાં પ્રત્યેક અંગના દુહા જુદા જુદા છે, તે પ્રત્યેક અંગને દુહા બોલી પ્રત્યેક અંગે પૂજા કરતાં પૂજકે ત્યાં કેવી ઉદાર ભાવના ભાવવાની છે, તે અષ્ટપ્રકારી પૂજાને કમ બતાવ્યા પછી વિસ્તારથી આગળ આપવામાં આવશે.
- ૩, પુષ્પપૂજા-સરસ, સુગંધીવાળાં અને અખંડ પુષ્પ ચઢાવવાં. નીચે પડેલું પુષ્પ ચઢાવવું નહિ.
ધ-૧૧