________________
૧૫૩
કરવાથી, જવા માટે ઉભા થવાથી, રસ્તામાં ચાલવાથી શું શું લાભ થાય છે, તેનું સમર્થન પૂર્વાચાર્યો નીચેના શબ્દોમાં કરે છે.
यास्याम्यायतनं जिनस्य लभते ध्यायंश्चतुर्थ फलं, षष्टं चोस्थित उद्यतोष्टममथों गन्तुं प्रवृत्तीध्वनि । श्रद्धालु दशमं बहिर्जिनगहात् प्राप्तस्ततो द्वादशं, मध्ये पाक्षिकमीक्षते जिनपतौ मासोपवासं फलम् ॥१॥
હું શ્રી જિનેશ્વર મહારાજના મંદિર પ્રત્યે ગમન કરું, એમ મનથી ચિત્તવનાર શ્રદ્ધાળું ભવ્ય આત્મા એક ઉપવાસના ફિલને પામે છે, જવા માટે ઉઠતે તે બે ઉપવાસના ફલને પામે છે, ચાલવા માટે ઉદ્યમ કરતે ત્રણ ઉપવાસના ફલને પામે છે, માર્ગને વિષે ચાલવા માંડેલે ચાર ઉપવાસના ફલને પામે છે, જિનગૃહના બહારના ભાગને વિષે પહોંચતાં પાંચ ઉપવાસના ફલને પામે છે. જિનગૃહના મધ્ય ભાગને વિષે પહોંચતાં પંદર ઉપવાસ અને શ્રી જિનેશ્વર દેવને દેખવાથી દર્શન કરવાથી એક મહિનાના ઉપવાસના ફલને પામે છે. (1) કહ્યું છે કેपयाहिणेण पावइ, वरिसमय फलं तओ जिणे महिए । पावइ वरिससहस्सं, अणंतपुण्ण जिणे थुणिए ॥ २ ॥
પ્રદક્ષિણા દેવાથી સો વર્ષના ઉપવાસના ફળને પામે છે, શ્રી જિનેશ્વર દેવની પૂજા કરવાથી હજાર વર્ષના ઉપવાસના ફળને પામે છે, અને શ્રી જિનેશ્વરદેવેની સ્તુતિ કરવાથી