________________
૧૫ર
શ્રી વીતરાગદેવના દર્શનપૂજનને લાભ મનુષ્યને અનંતકાળની રખડપટ્ટી પછી પ્રાપ્ત થાય છે. તે સુંદર તકને સુજ્ઞ મનુષ્યએ જતી કરવા જેવી નથી. જગતમાં કેઈપણ એવું સ્થાન નથી કે જેની સેવા કરવાથી તે પિતાનું સર્વસ્વ આપી દે, પણ શ્રી વીતરાગદેવની સેવાપૂજા તે સાક્ષાત્ પિતાના જેવી વીતરાગતાને સમર્પણ કરી દે છે. વાસ્તવિક રીતે તે વીતરાગ બનવાના હેતુથી જ વીતરાગની ભક્તિ કરવાની છે, છતાં હકીકતની દષ્ટિએ વિચારીએ તે જેમ ઘઉંની ખેતી કરનારને પરાળ (ઘાસ) તે આપોઆપ મળી જ રહે છે, તેમ શ્રી વીતરાગદેવની ભક્તિ મેક્ષ બુદ્ધિથી કરનારને પણ જ્યાં સુધી મેક્ષ ન મળે ત્યાં સુધી દુનિયાના તમામ ઉત્તમ સુખે આપે આપ આવી મળે, છે. એટલા માટે સુખની ઈચ્છાવાળાએ સર્વ પ્રકારના સુખના વાસ્તવિક કારણરૂપ પ્રભુ ભક્તિમાં પ્રમાદને ત્યાગ કરે અત્યંત જરૂરી છે, વળી તે ભગવાનની ભક્તિ કરવામાં નથી તે ખાસ મોટું ખર્ચ, અગર નથી કાંઈ મોટું કષ્ટ, તે કારણે પણ આવું મહાન પુણ્યનું કાર્ય ગુમાવવા જેવું નથી. દુનિયામાં એ એક પણ વ્યાપાર નથી, કે જે વ્યાપાર કરવા માટેની ઈચ્છા કરવા માત્રથી લાભ મળી જાય. જગતનાં સઘળા વ્યાપારોમાં તન, મન અને ધનને ભેગ આપવો પડે છે, એ સૌ કોઈને અનુભવસિદ્ધ વસ્તુ છે પરંતુ વીતરાગદેવનું દર્શન, સ્તવન, પૂજન આદિની ભક્તિનું ફળ તે દૂર રહે, પણ દર્શન કરવાની ઈચ્છા કરવા માત્રથી ઈછા કરનારને મહાન લાભ થવો શરૂ થઈ જાય છે. દહેરે જવાની ભાવના