________________
૧૫ ભક્તિથી થતા મહાન લાભ જ્ઞાની પુરૂષોએ જોયેલા અને અનુભવેલા હોવાથી ગૃહસ્થ ધર્મિઓ માટે ભક્તિ યોગની ભારપૂર્વક ભલામણ કરી છે. શ્રી તીર્થકરેની પરિપૂર્ણ ભક્તિ તે આપણા આત્માને પરિપૂર્ણ પવિત્ર બનાવે તે છે. વીતરાગતા પ્રાપ્ત કરવી એ જ વીતરાગની ભક્તિનું અંતિમ ફળ છે. પણ એ ફળ ન મળે ત્યાં સુધી તેને કારણભૂત બીજા પણ ભક્તિના તમામ પ્રકારે ભૂમિકાભેદે કાર્યસાધક હેવાથી એટલાં જ જરૂરી છે. ગૃહસ્થો માટે તરવાનું મુખ્ય સાધન ભક્તિ છે ભક્તિમાં નમ્રતા છે. પિતાની અપૂર્ણતાને એકરાર છે. પિતાથી અધિક પ્રત્યે આદર છે. પરિપૂર્ણ ન બનાય ત્યાં સુધી પરિપૂર્ણની ભક્તિ સિવાય બીજો કોઈ માર્ગ જ્ઞાનિઓએ જે નથી. એથી જ સરળ હૃદયવાળા હળુકમી છે શુદ્ધ હૃદયથી ભકિતમાર્ગને સ્વીકાર કરી પિતાના આત્માને કૃતાર્થ બનાવવા ભાગ્યશાળી બને છે.
દેવદર્શન અને અધ્યવસાયની શુદ્ધિ
પંચમ કાળના પ્રભાવે આજે આપણે સાક્ષાત્ તીર્થંકર દેના દર્શન કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત કરી શક્યા નથી, છતાં પણ તેમની ગેરહાજરીમાં તેમના અનંત ગુણેનું મરણ કરાવતી, સમતારસમાં ઝીલતી, રાગ અને દ્વેષ વિનાની અને અખંડ જતિને ધારણ કરનારી મૂર્તિના દર્શન, વન્દન, પૂજન અને સત્કાર કરવાની સુંદર સામગ્રીને પામી શક્યા છીએ, એ પણ ઓછા ભાગ્યની વાત નથી. શ્રી જિનપ્રતિમા પણ જિન સરખી જ ગણાય છે.