________________
૧૫૪
જીવ અનંત પુણ્યને ઉપાર્જન કરે છે. એ માટે શાસ્ત્રમાં કહ્યું છે કે
सयं पमज्जणे पुण्णं, सहस्सं च विलेवणे । सयसाहस्सिआ माला, अगंतं गीअवाईए ॥ ३ ॥
શ્રી જિનેશ્વર પ્રભુના બિસ્મને પ્રમાર્જન કરતાં ગુણું, વિલેપન કરતાં હજારગુણું, પુષ્પની માળા ચઢાવતાં લાખગણું અને ગીત તથા વાજીંત્ર વગાડતાં અનંતગણું પુણ્ય ઉપાજન થાય છે. એ જ વાતને શ્રી જ્ઞાનવિમલસૂરિજી મહારાજ પિતાની એક ગૂર્જર કૃતિમાં નીચેના શબ્દો વડે સમર્થન કરે છે.
જિનવર બિંબને પૂજતાં, હાય શતગુણું પુણ્ય; સહસ્ત્રગુણું ફળ ચંદને, જે લેપે તે ધન્ય. ૧ લાખણું ફળ કુસુમની, માળા પહેરાવે; અનંતગુણું ફળ તેહથી, ગીતગાન કરાવે. ૨ તીર્થકર પદવી વરે, જિનપૂજાથી જીવ; પ્રીતિ ભક્તિપણે કરી, સ્થિરતાપણે અતીવ. ૩ જિનપડિમા જિનસારીખી, સિદ્ધાંતે ભાખી; નિક્ષેપ સહુ સારિખા, થાપના તિમ દાખી. ૪ ત્રણ કાળ ત્રિભુવનમાંહી, કરે તે પૂજન જેહ; દરિશન કે બીજ છે, એહમાં નહીં સંદેહ. ૫ જ્ઞાન વિમલ પ્રભુ તેહને, હાય સદા સુપ્રસન્ન એહિ જ જીવિતફળ જાણું જે,તેહીજ ભવિજનધન્ન. ૬