________________
I
दुर्गतिप्ररतज्जन्तुधारणाद्धर्म उच्यते । दानशीलतपोभावभेदात्स तु चतुर्विधः ॥ १।। અર્થ–-દુર્ગતિમાં પડતા પ્રાણીઓને બચાવી લે (અને.
ને ગતિમાં સ્થાપન કરે) તેનું નામ ધર્મ કહેવાય છે. દાન, શીલ, તપ અને ભાવ એ ધર્મના ચાર પ્રકાર છે.
ધર્મતવ સમજવા માટે સૌથી પ્રથમ દાનાદિના પેટા ભેદને પણ બરાબર સમજી લેવા જસરના છે. તેમાં પ્રથમ દાન ધર્મના ત્રણ પ્રકારે છે. જ્ઞાનદાન અભયદાન અને ધર્મોપગ્રહદાન,
જ્ઞાનદાન-ધર્મને નહિ જાણનારા અને ધર્મની સમજ આપવી, અગર જ્ઞાનના સાધનનું દાન આપવું તે જ્ઞાનદાન કહેવાય છે. જ્ઞાન વડે પ્રાણી પોતાનું હિતાહિત જાણું પાપથી વિરામ પામી શકે છે. સર્વ પાપમાં સ્વાર્થ પરાયણતા એ સૌથી મોટું પાપ છે. તે બધા પાપનું મૂળ છે. જ્ઞાન વિના સ્વાર્થ પરાયણતાને ભાવ ટળી શકતો નથી અને એ ભાવ ન ટળે ત્યાં સુધી પરમાર્થ પ્રધાન જીવનની શરૂઆત થઈ શકતી નથી. જીવનમાં જ્યાં સુધી સ્વાર્થ પરાયૂણતા જ મુખ્ય છે. અને પરમાર્થ બીલક્સ નથી ત્યાં. વિશદ્ધ ધર્મ સંભવી શકે નહિ.
વળી શુભાશય પૂર્વક બીજા ની હિતચિંતાદિ કર્યા વિના કુશલાનુબંધિ પુણ્યની પ્રાપ્તિ થઈ શકતી નથી. કુશલાનુબંધિ પુણ્ય વિના ભવનિસ્તાર માટેની ઉત્તમ સામગ્રી મળવી સુલભ નથી. અને ભવનિસ્તાર વિના મોક્ષ નથી. મેક્ષ વિને સાચા સુખની પ્રાપ્તિ નથી.
:
૬
,
કામ !