________________
૧૩૭
દ્વારા કેમ લાભ ન થાય? જેનું આપણને નામ ગમે છે તેનું રૂપ તે તેનાથી પણ અધિક ગમે છે, આ વાત દરેકને સ્વાનુભવ સિદ્ધ છે. બીજી રીતે કહેવું હોય તે જેનું નામ ગમે તેનું રૂપ અધિક ગમે તે જ નામ પણ ગમ્યું એમ કહી શકાય. ખરી રીતે તે પદ્માસને બિરાજમાન વાત્સલ્ય રસથી ભરપૂર પરમપ્રશાન્ત પ્રભુની પ્રતિમા દ્વારા તેની વીતરાગતાનું અને સત્ય સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે તે નામ માત્રથી થવું શક્ય નથી.
શ્રી જિનપ્રતિમા જિન સમાન છે..
મહાત્મા પુરૂષના મૃત દેહને પાલખીમાં પધરાવી વાજતે ગાજતે અગ્નિસંસ્કાર કરવા લઈ જતાં રસ્તામાં તેમના દેહને હજારે ભક્તો પગે લાગે છે. આ વાત સર્વમાન્ય છે. આમાં કોઈને પણ વિરોધ નથી. મૂર્તિને નહિ માનનારા પણ આ વાત તો કબૂલ રાખે જ છે. અને તેથી મહાત્મા પુરૂષના મૃતદેહને પગે લાગે છે. જો કે તે મૃતદેહમાં ચૈતન્ય નથી, છતાં ભકતોની ભાવવૃદ્ધિમાં તે અવશ્ય નિમિત્તભૂત બને છે. અંતઃકરણમાં થતી ભાવની વૃદ્ધિ એ ઘણી જ મહત્ત્વની વસ્તુ છે. આ ચરાચર વિશ્વમાં એ કેઈ બાહ્ય પદાર્થ નથી, કે જેને ભાવની વૃદ્ધિની સાથે સર ખાવી શકાય અને તેથી જ જે વસ્તુ ભાવવૃદ્ધિમાં અધિક નિમિત્તભૂત બને છે, તેની વિવેકી સમાજમાં હંમેશને માટે અધિક કદર રહી છે અને રહેવાની પણ છે. સાધુના મૃતદેહમાં ચિતન્ય નથી છતાં ભાવવૃદ્ધિનું કારણ બને છે તેનું