________________
૧૪
થવાથી ચિત્ત પ્રસન્ન થાય છે, જીવવીર્યની વૃદ્ધિ થાય છે, અનુત્તર સ્મૃતિ તથા ધારાવાહી શુભ ભાવની પ્રાપ્તિ થાય છે, ચિત્ત સમાધિવાળું બને છે અને અપૂર્વ સમતા રસને આવિર્ભાવ થવાથી અનુક્રમે પરમાનન્દ્રપદ મેક્ષની સંપત્તિઓના ભોક્તા થવાય છે.
શ્રી જિનપજા એ અહિંસાને પામે છે.
શ્રી જિન પુજામાં જળ, પુષ્પ, ધૂપ અને દીપક આદિને ઉપર થતું હોવાથી તેમાં પાણી, વનસ્પતિ અને અગ્નિ આદિ ની વિરાધના થાય છે. માટે જે ક્રિયામાં હિસા હોય ત્યાં ધર્મ શી રીતે સંભવી શકે ? એમ કેટલાકને શંકા થાય છે, પણ તે વ્યાજબી નથી.
હિંસા અહિંસાના મર્મને સમજવા માટે શાસ્ત્રોના ઊંડા અભ્યાસની જરૂર છે. જૈન શાસ્ત્રો કહે છે કે જીવ ચોગારંભી છે એટલે કે મન, વચન અને કાયાને વેગ
જ્યાં સુધી જીવમાં વર્તે છે, ત્યાં સુધી તે સૂક્ષ્મ-એકેન્દ્રિય જેની હિંસાથી વિરામ પામી શક્તો નથી. જ્યાં સંપૂર્ણ અહિંસાનું પાલન છે, એવી અવસ્થા તે ચૌદમાં ગુણઠાણે શલેશીના અંતે આવે છે, કે જે અવસ્થા આવ્યા પછી જીવ નિયમા ક્ષણવારમાં જ સર્વ કર્મથી રહિત થઈ સિદ્ધ પરમાત્મા બને છે. તે અવસ્થાની પૂર્વે મન, વચન અને કાયાને યોગ ચાલુ હોય છે, છતાં પણ પિતાને પ્રાપ્ત ગુણ સ્થાનકને એગ્ય શાસ્ત્રોક્ત ક્રિયા કરવાથી નિજ પરિણતિરૂપ ધર્મ હણાતું નથી, પણ એ કિયા તે ઉલટી આત્મવિકાસમાં