________________
૧૪૮
જે વસ્તુમાં મૂર્છા છે, તે વસ્તુના ઉપયેગ પેાતાના ઈષ્ટની ભક્તિમાં ન કરે ત્યાંસુધી તેને પરમાત્માની સાથે સાચે સંબંધ બંધાતા નથી. જીવને સૌથી વધુ ચાહના પેાતાની માનેલી વસ્તુએમાં હાય છે, પેાતાનુ નામ અને પેાતાનુ રૂપ એ એ વસ્તુ ઉપર જીવને સ્વાભાવિક અધિક ખેંચાણુ હાય છે ચિત્તની એ વૃત્તિને પ્રભુના નામ અને રૂપમાં લીન કર્યા વિના સ્વનામ અને રૂપને મેાહુ ટળતા નથી અને તેથી જ પરમાત્માના નામ અને રૂપમાં ચિત્તવૃત્તિને જોડવી એ જ સ્વનામ અને રૂપના આકષ ણમાંથી ખચવાના ઉપાય છે. પેાતાના નામ અને રૂપને મેહ અવિવેક છે. જ્યારે પરમાત્માના નામ અને રૂપને પ્રેમ એ વિવેક છે. અને આપણા આત્મામાં રહેલ અયેાગ્ય મેહ ટાળવા માટેનું એ ઔષધ છે. પરમાત્માના રૂપનું દર્શન આત્માના અરૂપી ગુણને પ્રગટાવવાના ઉપાય છે. પ્રથમ રૂપીનું આલ’અન સ્વીકાર્યાં વિના અરૂપીનુ` ધ્યાન આવી શકતું નથી અથવા ખીજી રીતે કહેવું હાય તેા એમ પણ કહી શકાય કે અરૂપીના રૂપનું દર્શન થયા વિના ખાદ્ય રૂપ ઉપરનું અયેાગ્ય આકષ ણુ કદી પણ ટળી શકતુ નથી. પરમાત્માનું રુપ અરૂપીના રુપનુ દર્શન કરવા માટેનું દુર્બીન છે. એ રીતે થયેલ પરમાત્માનું દર્શન એ ભવિનતારના પરમ હેતુ છે. અને તેથી જ શાસ્ત્રોમાં ત્રણ જગતના નાથ અનંત ઉપકારી ધમ દાતા શ્રી તીર્થંકર પરમાત્માના દર્શન પૂજનનું ખાસ વિધાન કરવામાં આવ્યુ છે.
•