________________
*
૧૪૭
ભાગીદાર બનાવવા જોઈએ. કારણ કે જે પ્રભુની હું ભક્તિ કરું છું તે પ્રભુની એવી જ આજ્ઞા છે, કે શક્તિ મુજબ બીજાનું ભલું કરવું જોઈએ તે એ આજ્ઞાનું પાલન મારે પણ અનાસક્ત ભાવે કરવું જોઈએ, એ મારી ફરજ છે. એમાં મારી ફરજથી હું અધિક કાંઈ કરતું નથી. હું જે કરું છું તે મારા ત્રણની મુક્તિ માટે જ કરું છું. પરંતુ એમાં કઈ માટે પરેપકાર કરતું નથી. આવા પ્રકારની નમ્રતા પ્રગટવાથી દિવસે દિવસે તે વધુને વધુ પરમાર્થ. રસિક બને છે અને એ રીતે જગતમાં પણ તે અનેકને આશીર્વાદરૂપ બને છે. રેગ મુજબ જ ઔષધ ગુણકારી બને છે.
જે પરમાત્માના દ્રવ્ય સ્તવમાં એટલે બધા લાભ છે, તે સંસારના ત્યાગી એવા મુનિરાજે સ્વયં કેમ એ પૂજા કરતા નથી? આ પ્રશ્નને ઉત્તર એ છે કે ઔષધ હમેશાં રેગ મુજબ હોય છે. શાસ્ત્રમાં ધર્મકરણ અધિકાર ભેદે જુદી જુદી બતાવવામાં આવી છે, સાધુ મુનિરાજે સંસારના ત્યાગી છે. તેમને હવે પરિગ્રહને રેગ નથી, તેથી દ્રવ્યપૂજારૂપી ઔષધની તેમને જરૂર નથી. તેઓ મુખ્યતયા ભાવપૂજાથી જ પિતાને નિસ્તાર કરી શકે છે.
જ્યારે ગૃહસ્થને પરિગ્રહને રોગ છે. ધન આદિની મૂછી છે. તેથી તેમની તે મૂછ તે જ્યાં સુધી દ્રવ્યસ્તવમાં દ્રવ્યને ઉપગ ન કરે ત્યાંસુધી મૂછને એ રેગ ટળે નહિ. પરમાત્મતત્વ ગમે તેટલું મહત્વનું હોય, પણ જે જેને