________________
૧૪૬
પુરૂષની ભક્તિને જ એક આશય હોય છે. તેવી જ રીતે શ્રી જિનપૂજાના કાર્યમાં પણ પરમાત્માની ભક્તિને જ એક શુભ પરિણામ હોય છે, તેમાં એકેન્દ્રિય જીવોની વિરાધના કરવાને લેશ પણ આશય હેતું નથી, તેથી દાનાદિ ક્રિયાથી જેમ લાભ થાય છે તેમ શ્રી જિનપૂજાથી પણ લાભ જ થાય છે. મહા સામાયિકવાન એવા જિનેશ્વર દેવને ઉપચાર વિનય પણ પૂજા દ્વારાજ થઈ શકે છે. સામાયિક આદિથી જેમ શુભ ભાવની પ્રાપ્તિ થાય છે, તેમ પૂજનમાં વિનય આદિનું પાલન હોવાથી શુભ ભાવની પ્રાપ્તિ થાય છે. જેમ દાનાદિક ધાર્મિક કૃત્યેનું આચરણ કરનાર ગૃહસ્થ ઉંચે જઈ શકે છે, તેમ શ્રી જિનપૂજા કરનાર પણ તેટલે જ ઉચે જઈ શકે છે. એટલે કે દાનાદિ વખતે પરિણામની જેટલી નિર્મળતા પ્રગટે છે એટલી જ નિર્મળતા પૂજનથી પણ થઈ શકે છે. પ્રભુ ભક્તિથી એક તે નાશવંત દ્રવ્ય ઉપરથી મૂછ ઉતરે છે અને બીજુ પરમાત્માની સાથે સાચે સંબધ બંધાય છે. એ સંબંધ દ્વારા દિલમાં જ્યારે પરમાત્મા વસી જાય છે, ત્યારે તેને પ્રાપ્ત થયેલ તમામ શક્તિ અને સામગ્રીને બીજાના હિતમાં ઉલાસપૂર્વક તે ઉપયોગ કરનારે બની શકે છે. પણ તેની તાલીમ તે તેને પૂજ્યની ભક્તિ દ્વારા મળે છે. પરમાત્માની ભક્તિથી અંતરમાં જે નિર્મળતા પ્રગટે છે તેમાં એક વિશેષતા એ. હોય છે કે પરોપકાર કરતી વખતે “હું બીજા ઉપર ઉપકાર કરું છું. એવું મિથ્યા અભિમાન તેને થતું નથી પરંતુ મારૂં એ કર્તવ્ય છે કે મારે મારા સુખમાં બીજાને