________________
યતના પૂર્વક પ્રવૃત્તિ કરનારા પુરુષને જે હિસા લાગે છે તેને સ્વરૂપહિંસા કહેવામાં આવે છે.
અનુબન્ધ હિંસા અને હેતુહિંસાના માઠા વિપાકે ને અવશ્ય ભોગવવા પડે છે. જ્યારે દયા, દાનપરોપકાર અને ભક્તિના કાર્યોમાં યતનાપૂર્વક કરવામાં આવતી, ઉપર માત્રથી જ દેખાતી સામાન્ય હિંસાથી કદી પણ માઠાં ફળ ઉત્પન્ન થતાં નથી, શ્રી વીતરાગ પરમાત્માની પૂજામાં દેખાતી સ્વરૂપહિંસા તે નાગકેતુએ કરેલી પુષ્પપૂજાની માફક કેવળજ્ઞાન સમપ હમેશને માટે સર્વથા અહિંસક, બનાવનારી છે.
અહીં એટલું યાદ રાખવાની જરૂર છે કે દ્રવ્યપૂજાના અધિકારી ગૃહસ્થ છે, કે જેઓ સર્વથા આરંભના ત્યાગી હેતા નથી, પરંતુ સંસારમાં અનેકવિધ આરંભની પ્રવૃત્તિ કરી રહ્યા હોય છે. તેમની અહિંસાની મર્યાદા પણ નિરપરાધી ત્રસ જેને મારવાની બુદ્ધિથી જાણ કરીને ન મારવાની હોય છે. આ ગૃહસ્થ જ્યારે જિનપૂજા, દયા, દાન કે પરેપકારના કાર્યમાં જોડાય છે, તેટલે વખત કેવળ સ્વાર્થમય અને એકલા મહવૃદ્ધિના કારણભૂત અસદારંભથી નિવૃત્ત થાય છે. અને એટલે વખત તેઓ સદારંભમાં જોડાય છે. - દયા, દાન, ભક્તિ અને પરોપકારના કાર્યોમાં અનાજ જળ, અગ્નિ, વનસ્પતિ આદિ એકેન્દ્રિય ઓની હિંસાને આગળ કરીને ગૃહસ્થ તે કાર્યોને જે છેડી દે તે તેમની અવસ્થાને તે ઉચિત નથી. દયાદિના કાર્યો કરતી વખતે