________________
૧૪૫
કેઈ પણ સમજુ માણસને એવો વિચાર આવતું નથી, કે હું જીવોની વિરાધના કરું છું. પણ એમ જ થાય છે કે હું દયા, દાન, પરોપકારાદિનું કાર્ય કરી રહ્યો છું. જેમકે કઈ બૃહસ્થને રસ્તામાં કોઈ મનુષ્ય અથવા પશુ તૃષા, ક્ષુધા કે રેગથી અતિ પીડિત અવસ્થામાં આવી પડેલે તેના જોવામાં આવે. હવે તે વખતે જે તેને થોડું પાણી, અને અથવા ઔષધ મલી જાય તે તે જીવી જાય છે. તે તે વખતે કોઈ દયાળુ ગૃહસ્થ એ વિચાર કરતું નથી કે જે હું તેને પાણી આપું તે પાણીના તે એક બિન્દુમાં સંખ્યાતીત જીવે છે. તેનું પાપ મને લાગી જાય. તે વખતે તે તેનું વર્તમાન દુઃખ કેમ દૂર થાય એ જ મુખ્ય દયાની લાગણી હોય છે. તેવી જ રીતે કેઈ ધાર્મિક પ્રસંગે અનેક સાધમિકે ઘરને આંગણે આવે, હવે તે વખતે ઘર આંગણે આવેલ સાધર્મિકેની સાધર્મિક ભક્તિમાં જલ, અગ્નિ, વનસ્પતિ આદિની વિરાધના થાય છે. પરંતુ વિરાધના કરવાની કઈ ભાવના હોતી નથી, પણ સાધમિકની ભક્તિ તરફ જ દષ્ટિ હોય છે. તેથી ઉપરના દયા, ભક્તિ આદિના પ્રસંગમાં જીની વિરાધના થઈ એમ કોઈ કહેતું નથી પરંતુ દયાનું, પરોપકારનું, પુણ્યનું, અને ધર્મનું કાર્ય થયું એમ જ સૌ કેઈ કહે છે. તેમાં મુખ્ય કારણ અંતઃકરણને શુભ આશય છે. દાન, દયા, પોપકાર અને ભક્તિના કાર્યોમાં એકેન્દ્રિય જીવોની વિરાધનાને લેશ પણ આશય નથી પણ દુઃખી છના દુઃખ દૂર કરવાને અથવા પૂજ્ય
ધ-૧૦