________________
૧૪૦
તપના સેવન સિવાય કોઈપણ આત્માની મુક્તિ પૂર્વે થઈ નથી, વર્તમાનમાં થતી નથી કે ભવિષ્યમાં થવાની નથી એ વાત જેટલી સત્ય છે, તેટલી જ સત્ય વાત એ પણ છે કે સદાચારી અને તપસ્વીની સેવા ભક્તિ અને બહુમાનાદિમાં પ્રવર્તી સિવાય કોઈપણ આમા ભૂતકાળમાં સદાચારી કે તપસ્વી બની શક્યો નથી, વર્તમાનમાં બનતું નથી અને આગામી કાળમાં બની શકવાને નથી. જેઓ દેવ પૂજનના માર્ગને અવગણે છે, તેઓ સન્મુખ આવતી સદાચાર અને તપ રૂપી લક્ષ્મીને હાથમાં લાકડી લઈને હાંકી કાઢવા પ્રયાસ કરે છે અને એ જ કારણે જેટલી જરૂર શાસ્ત્રકારોએ જીવનમાં -સદાચાર અને તપને સ્થાન આપવાની ગણી છે તેટલી જ કે તેથી પણ અધિક જરૂર દેવ ગુરૂના પૂજનને સ્થાન આપવાની ગણી છે.
શ્રી જિન પૂજામાં અનેક લાભ સમાયેલા છે. - આ રીતે ધર્મના આદ્ય સોપાન તરીકે દેવ પૂજનનું સમર્થન શામાં કરેલું છે. દેવ પૂજનથી કર્મમલને હાસ થાય છે, કર્મબન્ધની અનાદિકાલીન ગ્યતા ક્ષીણ થતી જાય છે, ઈન્દ્રિયે અને કષા ઉપર કાબુ આવે છે, સદાચાર અને તપના માર્ગે આગળ વધવાનું બળ પ્રાપ્ત થાય છે. અવગુણ પ્રત્યે દ્વેષ, તથા ગુણ અને ગુણ પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થાય છે, ભવ રાગ અને મુક્તિને દ્વેષ શમી જાય છે, અંત:કરણની શુદ્ધિ થાય છે, અંતરમાં પ્રમેહ પ્રગટે છે, માનસિક સુખની વૃદ્ધિ થાય છે, સત્ તવની આરાધના