________________
૧૩૯
ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી આદિ મુનિ પુંગવે “પૂર્વ સેવા શબ્દથી સંબોધે છે. એ ચાર ધર્મરૂપી મહેલના પાયારૂપ છે. મુકિતના અદ્વિતીય કારણભૂત સમ્યગૂ દર્શન, દેશવિરતિ અને સર્વ વિરતિ આદિ ધર્મની પ્રાપ્તિને નીકટ લાવનાર તરીકે એ ચારની શાસ્ત્રમાં ગણના કરવામાં આવી • છે. તેમાં સૌથી પ્રથમ દેવગુરૂનું પૂજન છે. દેવ તરીકે શાસ્ત્રોમાં
પ્રસિદ્ધ તે તે દિવ્ય પુરૂષને ગણેલા છે, તથા ગુરૂ તરીકે માતા, પિતા, વિદ્યાગુરૂ, વડીલ, વૃદ્ધ અને ધર્મશાસ્ત્રોને ઉપદેશ કરનારને ગણ્યા છે. તે ગુરૂવર્ગને ત્રિકાળ પ્રણામ આદિ કરવા એમની આજ્ઞા પાળવી વિગેરે કરવું એજ એમની પૂજા છે. દેવ અને ગુરૂની પૂજાથી આત્માની સાથે લાગેલે સહજ કર્મ મળ ઓછો થાય છે અને એ સહજ કર્મમળ એ છે થવાથી આત્માની સહજ અનાદિસિદ્ધ ગ્યતા–ઉત્તમતા પ્રગટ થવા પામે છે. ઉત્તમતા પ્રગટવાથી સદાચાર અને તપનું સામર્થ્ય પ્રગટે છે. તથા સદાચાર અને તપના બળથી મુક્તિ, મુક્તિના સાધનો અને મુક્તિના સાધક મહાપુરુષે પ્રત્યેનું માત્સર્ય નાશ પામે છે. એ નાશ પામવાથી મુક્તિ પ્રત્યે અનુરાગ પ્રગટે છે અને એ અનુરાગ અનુક્રમે સર્વ કલ્યાણના આકર્ષણનું અવધ્ય કારણ બને છે. દેવ અને ગુરૂનું પૂજન આ રીતે ઉત્તરોત્તર કલ્યાણ પ્રાપ્તિનું પરમ અંગ બને છે. તેનું મુખ્ય કારણ એ છે કે એ પૂજનની પાછળ ગુણ બહુમાનને ભાવ હોય છે અને એ ગુણ બહુમાનને ભાવ એ ચિત્તને અતિ વિશુદ્ધ આશય હોવાથી કમ નિર્જરાનું અમોઘ સાધન બને છે. સદાચાર અને