________________
૧૩૫
આ રીતે પ્રશસ્તના આદરથી જ અપ્રશસ્તને રાગ ટળે છે. મનુષ્ય પ્રકૃતિના આ સનાતન નિયમને જ્ઞાનીઓ સારી રીતે જાણતા હતા અને તેથી જ પાંચ અપ્રશસ્ત વિષયની પક્કડમાંથી છોડાવવા કેવળ કરૂણાબુદ્ધિથી પ્રશસ્ત આલંબનેને આધાર લેવાની ખાસ ભલામણ કરી ગયા છે. અને એ રીતે કર્મ સત્તાની પક્કડમાં અટવાયેલા જીવને તેમાંથી મુક્ત થવાને એક અપૂર્વ કીમીએ બતાવી ગયા છે. એક સાથે પાંચ અપ્રશસ્ત વિષયેના અયોગ્ય રાગને ટાળવાનું સામર્થ્ય જેવી રીતે શ્રી જિન પ્રતિમારૂપ આલંબનમાં છે, તે બીજી કઈ વસ્તુમાં નથી.
પૂજ્ય ઉપાધ્યાય શ્રીમદ્ માનવિજ્યજી ગણિવરશ્રીએ સ્વરચિત ચોવીસીમાં પ્રભુની પ્રતિમાના આલંબનથી ઉત્પન્ન થતા અપૂર્વ લાભ સ્વાનુભૂતિપૂર્વક ઠેરઠેર જણાવ્યા છે. પાંચમા શ્રી સુમતિનાથ ભગવાનના સ્તવનમાં પિંડસ્થ ધ્યાનને સુંદર મહિમા ગાયે છે. પ્રસ્તુત વિષયમાં તે ઉપયોગી હોવાથી અહી રજુ કરીએ છીએ.
“રૂપ અનૂપ નિહાળી સુમતિ જિન તાહરૂં, છાંડી ચપળ સ્વભાવ ઠર્યું મન માહરૂં; રૂપી સરૂપ ન હોત જે જગ તુમ દીસતું, તે કુણ ઉપર મન્ન કહે અમ હિંસતુ.૧ ૧ હિંસ્યા વિણ કિમ શુદ્ધ સ્વભાવને ઈચ્છતા, ઈચડ્યા વિણ તુમ ભાવ પ્રગટ કિમ પ્રીછતા; ૧. ઉલ્લાસ પામતું.