________________
૧૩૪
જ
શકય અને છે, અભ્યાસમાં મહા વૈરાગ્યવાન આત્માઓનુ મહુમાન છે. એ બહુમાનનુ' નામ જ ધમ બીજનુ’ વપન છે. એ અવન્ધ્યબીજો કદીપણ નિષ્ફળ જતા નથી. એનું સ શ્રેષ્ઠ ફળ મેાક્ષનું અનંત સુખ આપીને જ વિરામ પામે છે. મહા વૈરાગ્યવાન પરમાત્મા ઉપરના બહુમાનના પરિણામ સિવાયનું અનુષ્ઠાન એ બીજનુ વાવેતર કર્યા વિના જ ખેતી કરવા જેવું છે. ગમે તેવી 'ચી જમીનમાં અને ગમે તેટલી કાળજીથી અન્ય સવ સામગ્રી સહિત કાઈપણ જાતની ભૂલ કર્યા વિના ખેતી કરવામાં આવે તે પણ ખીજને વાવવામાં ન આવે તે તેમાંથી કદીપણું ફળ પ્રગટી શકતું નથી. ફળમાં બીજની પ્રધાનતા છે. બીજી બધી સામગ્રી ખીજની હયાતીમાં જ સહાયક અને છે. જે સગુણુના આચરણમાં અધિક ગુણવાનને આદર આપવાની વૃત્તિ નથી તે સદ્ગુણ દાષાના ક્ષય માટે નહિ પરંતુ ઉલટુ સદાષામાં શિશ મણિભૂત અભિમાન આદિ દોષોની પુષ્ટિને માટે થાય છે. દોષા એ અંધકારના સ્થાને છેઅને ગુણી પુરૂષો એ પ્રકાશના સ્થાને છે. દોષોની સત્તા ત્યાંસુધી જ ટકેછે કે નમ્ર બનીને જ્યાં સુધી અતઃકરણપૂર્વક ગુણવાન પુરૂષોનું શરણ સ્વીકારવામાં નથી આવ્યું', પરમાત્મા અનંત ગુણના ભંડાર છે. સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવાવાળા છે, એ રીતે કરૂણાવત પ્રભુનુ અચિન્ત્ય માહાત્મ્ય જાણીને જ્યારે પરમાત્મા ઉપર સથી અધિક સ્નેહ પ્રગટે છે, ત્યારે અંતઃકરણ ભક્તિથી વાસિત અને છે અને એવા અંતઃકરણમાં કાચા ઘડામાં જેમ પાણી ટકે નહિ તેમ ઢાષા પણ લાંબે વખત ટકી શકતા નથી.