________________
૧૩૨
ચિત્ત વિશુદ્ધિ એકાએક અકસ્માત રીતિએ થતી નથી, પરંતુ તેના સાચા કારણેના આસેવનથી જ થાય છે. સંસારના અનેક રંગરાગમાં રચ્યાપચ્યા રહેનાર ગૃહસ્થને પિતાને પ્રાપ્ત થયેલ શક્તિ અને સામગ્રીને શ્રી જિનભક્તિમાં સદૂવ્યય કર્યા વિના કેવળ એકલા ભાવથી ચિત્તવિશુદ્ધિ થવી શકય નથી. પ્રાપ્ત થયેલ શકિત અને સામગ્રીથી જ્યારે તે પ્રભુની ભકિત કરે છે ત્યારે જ સાચી ચિત્તવિશુદ્ધિ થાય છે.
શ્રી જિપ્રતિમાજના આલંબથી જ વર્તમાનકાળમાં તે મહાપુરૂષની સર્વાગ સેવા કરવાને અમૂલ્ય અને મહત્વને પ્રસંગ આપણને પ્રાપ્ત થાય છે. સમસ્ત જગત ઉપર એકાંત ઉપકાર કરનારા, પ્રાણીમાત્રનું હિત ચિંતવનારા જગતબંધુ શ્રી તીર્થંકર પરમાત્મા આપણા માટે સર્વ રીતિએ એટલે કે, નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવથી. અને સર્વ સામગ્રીથી એટલે કે મન, વચન, કાયા અને ઉત્તમ પ્રકારની બીજી પણ તમામ સામગ્રીથી ઉપાસ્ય છે. અનંત ઉપકારી શ્રી અરિહંત દેવે પ્રત્યેની આપણી ભકિત, બહુમાન, સત્કાર કે સન્માન પ્રદર્શિત કરવા માટે શ્રી જિનપ્રતિમાજી પરમ આલંબન રૂપ છે. તે સિવાય તેમના પ્રત્યે ભકિત, બહમાન, સત્કાર કે સન્માન પ્રદર્શિત કરવાને આપણી પાસે અત્યારે બીજે કઈ ઉપાય નથી. એટલા માટે જ કૃતજ્ઞ આત્માઓ. ત્રિવિધ વેગે સર્વ શકય સામગ્રીથી શ્રી અરિહંત પરમાત્માની ઉપાસના કરવા સદાકાળ સજજ રહે છે. પરમ દયાળુની યથાશક્તિ ઉપાસના વિના આપણે આત્મામાં જગતના.