________________
૧૩૧
શરીરવાળા પ્રાણુઓ પૃથ્વીને વિષે તમારા ચરણયુગલને વિધિપૂર્વક ત્રણેકાળ પૂજે છે, તેઓ જ ધન્ય છે, તેમજ જન્મ સાર્થક છે.” (કલ્યાણમંદિર . ૩૪)
હે નાથે ઘણા કાળથી સંચિત કરેલી તમારા ચરણ કમળની ભક્તિનું કાંઈ પણ ફળ હેય તે હે શરણ કરવા લાયક પ્રભુ ! માત્ર એક તમારા જ શરણવાલા એવા મારા આ ભવમાં અને બીજા ભાવમાં પણ તમે જ સ્વામી થશે.” (કલ્યાણમંદિર લેક. ૪૨)
આ રીતે અનુભવી મહાપુરૂષના ઉદ્ગારથી સ્પષ્ટ સમજી શકાય છે કે શ્રી જિનમતિના આલંબનથી જે રીતે આત્મવિકાસ સલભ બને છે. તે બીજી રીતે સલભ નથી. મતિનું આલંબન આત્મવિકાસમાં ઘણું જ જરૂરી છે. જેઓ પ્રતિમાજીને આલબન છેડી દઈ એકલા નામને જ સર્વસ્વ માને છે તેઓ ઘણા લાભથી વંચિત રહી જાય છે.. ઉપાસનાની દષ્ટિએ નામ કરતાં સ્થાપનાની મહત્તા.
માત્ર નામસ્મરણથી જે રીતિએ શ્રી વીતરાગ પરમાત્માની ઉપાસના કે ભક્તિ થઈ શકે છે, તેના કરતાં તેઓશ્રીની પ્રતિમાના આલંબનથી વધારે સુંદર સ્થાયી અને નિર્મલ ઉપાસના થઈ શકે છે. જેમ ગુરૂના કે ધર્મના માત્ર નામસ્મરણથી તેઓની આરાધના સફળ કે સ્થાયી બનતી નથી, તેમ દેવના પણ કેવળ નામસ્મરણથી તેમની સપૂર્ણ, સફળ અને સ્થાયી આરાધના થઈ શકતી નથી. પરમાત્માની ભક્તિનું મુખ્ય ફળ ચિત્તવિચદ્ધિ છે. પણ એ
જ