________________
૧૧૦ 'રિથરતા–શ્રી જિનેશ્વર દેવના ધર્મમાં અન્ય આત્માએને સ્થિર કરવા, અથવા અન્ય સ્થળે ચમત્કાર આદિ જેવા છતાં પિતે સ્વધર્મથી ચલાયમાન ન થવું તેને સ્થિરતા કહી છે.
- પ્રભાવના–જેનાથી જૈનશાસનનો મહિમા વધે તેવી પ્રવૃત્તિઓને પ્રભાવના કહેવાય છે.
ભક્તિ શ્રી જિન પ્રવચન-સંઘનાં વિનય વૈયાવચાદિ કરવા તેને ભકિત કહી છે. - જિનશાસનમાં કૌશલ્ય–કૌશલ્ય એટલે નિપુણતા. અર્થાત્ શ્રી જિન આગમમાં ભિન્ન ભિન્ન પ્રકારનાં વચને છે. કેટલાંક વિધિ વચને છે, કેટલાંક ઉદ્યમનાં પ્રેરનારાં છે, કેટલાંક પદાર્થોના વર્ણન રૂપે છે, કેટલાંક ઉત્સર્ગવચને છે. કેટલાંક અપવાદરૂપ છે, એમ અનેક અપેક્ષાવાળાં તે તે વચનને અનુસારી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પુરૂષાદિને આશ્રીને તે તે વ્યવહાર કરે, તેને શ્રી જિનશાસનમાં નિપુણતા કહી છે. શ્રી જિનશાસનની વ્યવસ્થામાં-વ્યવહારમાં એ રીતિએ નિપુણતાને શ્રી જિનશાસનમાં કૌશલ્ય કહ્યું છે.
તીથવા–સંસારસમુદ્ર જેનાથી તરાય તે તીર્થ. તે તીર્થો દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારનાં છે. તેમાં શ્રી જિનેશ્વરોનાં જન્માદિ જ્યાં થયાં હોય તે ભૂમિએ તથા શ્રી શત્રુંજય ગિરિરાજ વગેરે દ્રવ્ય તીર્થો કહેવાય છે. તે સંબંધી કહ્યું છે કે-“મહામહિમાવંત શ્રી તીર્થકર ભગવતોનાં