________________
૧૧૫
પાનના
પર
જ
..
.
. .
ન
જ
છે
-
ન
કરનારા અનુક્રમે શ્રી વીતરાગની સમાન બને છે, એ વાતમાં શ્રી જૈન કે જૈનેતરો સર્વ કે પ્રમાણિક દર્શનકારો એકમત છે. શ્રી વીતરાગની ભક્તિ એ વિષમય દુનિયામાં અમૃતને કુંડ છે. એમાં સ્નાન કરનાર આત્મા પાપ પંકથી પાવન થયા વિના રહેતો નથી. શ્રી વીતરાગની ભકિતરૂપી અમૃતનાં કુંડમાં નિરંતર સ્નાન કરવા માટે શાસ્ત્રકારોએ અનેક પ્રકારના માર્ગો બતાવ્યા છે, તેમાં નિત્ય શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક દેવદર્શન કરવું એ મુખ્ય છે. આબાલવૃદ્ધ સૌ કઈ વડે સહેલાઈથી આચરી શકાય તેવું પવિત્ર ધર્મકૃત્ય છે. આત્મા ઉપર લાગેલ કર્મમળને ધોવા માટે તે એક પ્રકારનું આંતરિક જ્ઞાન છે. પરમાર્થદશી મહાપુરૂષો ભાર પૂર્વક ફરમાવે છે, કે નિત્ય શ્રી વીતરાગદેવના દર્શનાદિથી પાપરજ નાશ પામે છે અને પુણ્ય સમૂહ એકત્રિત થાય છે. તેથી તે ક્રિયાઓ શ્રી જૈન સંઘ અને ઉપલક્ષણથી સમસ્ત વિશ્વને એકાંત કલ્યાણ કરનારી છે જેના દર્શનાદિને આ અચિંત્ય મહિમા છે, તે પરમ તારક શ્રી જિન પ્રતિમાને મહિમા જેમ જેમ અધિક ખ્યાલમાં આવે છે, તેમ તેમ ભવ્ય આત્માઓ એ મૂર્તિ દ્વારા શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિમાં નિષ્કપ શ્રદ્ધાવાન અને અધિક એકતાર બની શકે છે, અનુભવસિદ્ધ પુરૂષએ આ અસાર સંસારમાં શ્રી વીતરાગ પરમાત્માની એક વ્યક્તિને જ સારભૂત ગણી છે. તલાકત દાતા રાત નશા એમ સ્પષ્ટ પણે જણાવ્યું છે. પ્રભુ ભક્તિ એ જ્ઞાનની માતા છે. અર્થાત હૃદયમાં પરમાત્મા પ્રત્યે પ્રેમ કે ભુકિત-ભાવ જાગ્રતુ
- સર કરી