________________
૧૨૦
અવસ્થાના ને લાભ મેળવવા માટે શ્રી જિનપ્રતિમાં જેવું એક પણ સરળ કે સુલભ આલંબન બીજું કઈ નથી. પરમપવિત્ર શ્રી જિનપ્રતિમાની મહત્તા અને ઉપયોગિતા સંબંધી થોડીક વધુ વિચારણા અહીં કરીએ.
મૂર્તિની મહત્તા. હરકેઈ વસ્તુની ગેરહાજરીમાં તે તે વસ્તુઓનું યથાર્થ, જ્ઞાન અને સાક્ષાત અનુભવ થતો હોય તે તે મૂર્તિ દ્વારા જ. થઈ શકે છે. દુનિયામાં રહેલા પર્વતે, નદીઓ, ગામો અને શહેરે આદિ પરોક્ષ વસ્તુનું જ્ઞાન જેમ નકશે કરાવી શકે છે, તેમ મૂતિ પણ પરોક્ષ પુરૂષોના સ્વરૂપનું જ્ઞાન કરાવવામાં નકશાનું કાર્ય કરે છે. આગમશાસ્ત્રો માત્ર ભણેલાએને તથા સમજદારને ઉપકાર કરે છે, જ્યારે મૂર્તિ ભણેલ. અગર અભણ સી કેઈને વૈરાગ્ય ઉત્પન્ન કરવામાં એક સરખી ઉપકારી થાય છે. વળી જે દેશમાં મુનિરાજેને બીલકુલ વિહાર જ થતું નથી તથા અન્ય કોઈ સાધન દ્વારા શાસ્ત્રશ્રવણ આદિને પણ પ્રસંગે પ્રાપ્ત થતું નથી, એવા દેશના જૈનોનું જૈનત્વ અદ્યાપિ પર્યત ટકાવી રાખનાર કઈ હોય, તે તે વીતરાગ પ્રભુના મંદિરે તથા તેમની મતિ જ છે મૂર્તિપૂજા એ કઈ કપોલકલ્પિત વસ્તુ નથી, પરંતુ જીવનવિકાસનું એક અતિ મહત્વનું અંગ છે. એથી જ સિદ્ધાંતના રહસ્યને વિચાર કરવામાં ચતુર પુરૂષાએ પરમાત્માની પ્રતિમાને પ્રીતિ પૂર્વક સ્વીકાર કર્યો છે.
મૂર્તિ જડ હવાથી ચેતનને શી રીતે લાભ કરનારી.
E
ન ,
-
-
-
-
-