________________
૧૧૬
થયા વિના સાચા જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. કેટલેક સ્થળે મુક્તિ કરતાં પણ પરમાત્માની ભક્તિને અધિક ગણવામાં આવી છે, તેની પાછળ પણ એ જ રહસ્ય છે કે અંતઃકરણમાં પ્રભુની ભક્તિ રેમરેમ પ્રગટયા વિના મુક્તિ સુલભ નથી. ભક્તિ એ જ મુક્તિને આકર્ષણ કરવા માટેનું સાચું લેહચુંબક છે. શ્રી. વીતરાગની ભક્તિને મુક્તિની દૂતી પણ ગણવામાં આવે છે. દુન્યવી સંપત્તિ એ ખરેખરી આત્માની સાચી સંપત્તિ નથી, પરંતુ વીતરાગનું સ્મરણ એ જ સાચી સંપત્તિ છે. અને દુન્યવી વિપત્તિઓ એ સાચી વિપત્તિઓ નથી, પરંતુ વીતરાગનું વિસ્મરણ એ જ સાચી વિપત્તિ છે.
પરમાત્માને ગુણેમાં ચિત્તની તન્મયતા થવાથી સેંકડો જમે વડે સંચિત કરેલા પાપjજે ક્ષણવારમાં દવંસ થઈ જાય છે, તેમાં મુખ્ય કારણ એ છે કે નિત્ય પ્રભુભક્તિથી બુદ્ધિ નિર્મળ બને છે અને નિર્મળ બુદ્ધિમાં પ્રભુની પ્રતિમા જેતાની સાથે જ પ્રભુની અનંત કરૂણાનું સાચું દર્શન થાય છે. જગતને સમગ્ર જીવેનું સંપૂર્ણ કલ્યાણ પરમાત્માએ ચિંતવ્યું હોય છે, એટલું જ નહિ પણ ત્રણ ત્રણ ભવ સુધી એ ભાવને એમણે પરાકાષ્ઠાએ પહોંચાડ્યો હોય છે અને તેના ચોગે તેમને એવી ઉત્કૃષ્ટ પુણ્યપ્રકૃતિએને બંધ થાય છે, કે જેના પ્રભાવે તેમની તમામ વસ્તુઓ જગતના કલ્યાણમાં અમેઘ રીતે સહાયક બને છે. તીર્થંકર પદના ભૂલમાં પણ જગતકલ્યાણની ભાવના છે અને વચલા ગાળામાં પણ તીર્થ પ્રર્વતન અને અવિચ્છિન્ન મોક્ષમાર્ગ